Close

તા.26 જૂન ના રોજ રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા આણંદની મુલાકાતે; વિદ્યાર્થી સન્માન સમારોહમાં આપશે હાજરી

Publish Date : 29/06/2026

અમૂલ ડેરી ખાતે મંત્રીશ્રીના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું બહુમાન કરાશે

આણંદ, ગુરૂવાર, ગુજરાત રાજ્યના પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી રિવાબા આર. જાડેજા તા. ૨૬/૦૬/૨૦૨૬, શુક્રવારના રોજ આણંદ જિલ્લાની સત્તાવાર મુલાકાતે પધારશે.

આ પ્રવાસ દરમિયાન તેઓ આણંદની અમૂલ ડેરીના પરિસરમાં આવેલા સરદાર પટેલ એસેમ્બલી હોલ ખાતે સવારે ૧૦:૩૦ કલાકે યોજાનાર વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશે. જેમાં મંત્રીશ્રીના હસ્તે પુરસ્કારો અને સન્માન પત્ર એનાયત કરવામાં આવશે.