અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના વરદહસ્તે આણંદ જિલ્લાના બોરસદમાં નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય મંદિરના લોકાર્પણ કાર્યક્રમો યોજાયા
Publish Date : 25/06/2026
બોરસદ તાલુકાના દાવોલમાં પ્રાથમિક આરોગ્ય કેંદ્ર અને વાસણા(બો) ખાતે આયુષ્માન આરોગ્ય મંદિર જનતા માટે સમર્પિત
આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના ૧૨ વર્ષના સુશાસન, વિશ્વાસ અને જનકલ્યાણના કાર્યોને અગ્રીમતા આપીને ગુજરાત સરકાર છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના દાવોલ અને વાસણા (બો) ગામે ગ્રામીણ સ્તરે આરોગ્ય સુવિધાઓનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે નવનિર્મિત ‘પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર’ તથા ‘આયુષ્માન આરોગ્ય મંદિર’ ના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, જીવનમાં શિક્ષણ જેટલી જ અનિવાર્યતા આરોગ્યની છે. સામાન્ય પરિવારમાં જ્યારે અચાનક કોઈ ગંભીર બીમારી આવે છે ત્યારે આખો પરિવાર આર્થિક સંકટમાં મુકાઈ જાય છે. ગરીબ અને મધ્યમ વર્ગની આ જ ચિંતા દૂર કરવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘આયુષ્માન કાર્ડ’ યોજના અંતર્ગત વાર્ષિક રૂપિયા ૧૦ લાખ સુધીની વિનામૂલ્યે સારવારની અભૂતપૂર્વ સુવિધા આપી છે. આ કાર્ડના માધ્યમથી નાની બીમારીથી લઈને મેજર ઓપરેશન સુધીની સારવાર ખાનગી હોસ્પિટલોમાં પણ વિનામૂલ્યે ઉપલબ્ધ બની છે. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રો પરથી વાલીઓ અને ગ્રામજનોને આયુષ્માન કાર્ડ, મફત પ્રસુતિ, બાળ રસીકરણ, ટીબી નિયંત્રણ અને કુટુંબ કલ્યાણ જેવી તમામ પાયાની સેવાઓ ઘરઆંગણે જ મળી રહેશે.
મંત્રીશ્રીએ જિલ્લા આરોગ્ય ટીમ અને સ્થાનિક ગ્રામ પંચાયતોનો આભાર વ્યક્ત કરતા ઉમેર્યું હતુ કે, આરોગ્ય કેન્દ્રોના નિર્માણ માટે જ્યાં પણ જમીનના પ્રશ્નો હતા ત્યાં સ્થાનિક પંચાયતોએ તાત્કાલિક ઠરાવ કરી જગ્યા ફાળવી પ્રશંસનીય જનભાગીદારી નોંધાવી છે. જિલ્લા આરોગ્ય વિભાગના સઘન મોનિટરિંગને કારણે બોરસદ વિસ્તારમાં આરોગ્ય માળખું ખૂબ મજબૂત બન્યું છે. ભવિષ્યમાં નાગરિકોને સારવાર માટે દૂર ન જવું પડે તે હેતુથી દેવા, કળભા, વિરસદ, બદલપુર અને ઘેરાસા જેવા વિસ્તારોમાં પણ પીએચસી અને સબ-સેન્ટરોના નૂતન ભવન તેમજ ખાતમુહૂર્તના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે.
આ પ્રસંગે મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો સુધી શ્રેષ્ઠ અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ નવનિર્મિત કેન્દ્રોથી સ્થાનિક નાગરિકોને ઘરઆંગણે જ પ્રાથમિક સારવાર તેમજ સ્વાસ્થ્યલક્ષી તમામ સેવાઓ સરળતાથી મળી રહેશે.
ઉલ્લેખનીય છે કે મંત્રીશ્રી રમણભાઈ સોલંકી ના વરદહસ્તે બોરસદ તાલુકાના દાવોલ ખાતે રૂપિયા ૧૫૦ લાખના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) અને વાંસણા(બો) ખાતે રૂપિયા ૪૫ લાખના ખર્ચે નવનિર્મિત આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરી બન્ને આરોગ્ય કેન્દ્રો જનતા માટે સમર્પિત કરવામાં આવ્યા હતા. દાવોલ ખાતેના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓની નોંધણી અને સુવિધા માટે કેસબારી, દવાબારી, પ્રતીક્ષા કક્ષ, કોમ્પ્યુટર રૂમ અને ફાર્માસિસ્ટ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત, આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસર રૂમ, ડોક્ટર આયુષ રૂમ, નર્સિંગ સ્ટેશન અને ડ્રેસીંગ રૂમની સાથે તાત્કાલિક સારવાર માટે માઇનોર ઓટી (OT) તથા ડ્રગ સ્ટોર રૂમ બનાવવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારની માતાઓ અને નવજાત શિશુઓની વિશેષ સંભાળ માટે લેબર રૂમ, પ્રિ-ઓપરેટિવ રૂમ, રસીઓના સુરક્ષિત સંગ્રહ માટે અત્યંત મહત્વનો કોલ્ડ ચેઇન રૂમ તેમજ લેબોરેટરી અને સ્ટોર રૂમની સગવડ ઉપલબ્ધ કરાવાઈ છે. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્રો થકી દાવોલના ત્રીસ હજારથી વધુ અને વાંસણાના છ હજારથી વધુ નાગરિકોને સ્વાસ્થ્ય સુવિધાઓના લાભ મળશે.
આ અવસરે આણંદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મયુરીબેન પટેલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. પિયુષભાઈ પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.પૂર્વીબેન નાયક, જિલ્લા એપિડેમિક ઓફિસર ડૉ.રાજેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વિકાસભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ સોનલબેન, ઉપપ્રમુખ રક્ષાબેન, એપીએમસી ચેરમેન અને જિલ્લા પંચાયત સભ્ય શ્રી અશોકભાઈ મહીડા, અગ્રણી સર્વશ્રી જયદીપસિંહજી, ભાર્ગવીબેન, સરપંચ શ્રી સહિત સ્થાનિક અગ્રણીઓ, વાલીઓ, આરોગ્ય કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.