Close

પેટલાદના મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ‘શાળા પ્રવેશોત્સવ’ની ઉજવણી: ૮૬ ભૂલકાંઓએ શિક્ષણના પ્રથમ પગથિયાં માંડ્યા

Publish Date : 25/06/2026

નાયબ વન સંરક્ષક વિવેકકુમાર તોડકરની ઉપસ્થિતિમાં નૂતન વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને શૈક્ષણિક કીટ આપી ઉષ્માભેર સ્વાગત કરાયું

શિક્ષણની સાથે પર્યાવરણ જતનનો સંદેશ: ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વિદ્યાર્થીઓ માટે મફત પરિવહન સેવાનો પ્રારંભ કરાયો

આણંદ, બુધવાર,  ગુજરાત સરકાર દ્વારા રાજ્યભરમાં શિક્ષણના વ્યાપ અને ગુણવત્તાને વેગ આપવાના ઉમદા હેતુથી હાથ ધરવામાં આવેલા ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાની મહેળાવ પે-સેન્ટર કુમાર શાળા ખાતે ગાંધીનગરના નાયબ વન સંરક્ષક શ્રી વિવેકકુમાર તોડકર તેમજ પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી રણજીતસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળામાં પ્રવેશ મેળવતા નાના ભૂલકાંઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિક્ષણના પાયાને મજબૂત કરવાના આશય સાથે પ્રવેશ મેળવનાર ભૂલકાંઓને નાયબ વન સંરક્ષક શ્રી વિવેકકુમાર તોડકરના હસ્તે શૈક્ષણિક કીટ અને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મહેળાવ પે-સેન્ટર કુમાર શાળામાં આયોજિત આ પ્રવેશોત્સવ દરમિયાન કુલ ૮૬ જેટલા નૂતન વિદ્યાર્થીઓએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. જે અંતર્ગત બાલવાટિકામાં ૩૫, આંગણવાડીમાં ૧૭, ધોરણ-૧માં ૦૨ અને ધોરણ-૬માં ૩૨ વિદ્યાર્થીઓનું મહાનુભાવોના હસ્તે કુમકુમ તિલક લગાવી અને મોં મીઠું કરાવીને ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ તબક્કે શાળાના વિકાસમાં સહયોગ આપનાર દાતા શ્રી મહેશભાઈ મિસ્ત્રી સહિતના અન્ય દાતાશ્રીઓનું પણ જાહેર સન્માન કરી તેમની સેવાની સરાહના કરવામાં આવી હતી.

શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે આ કાર્યક્રમમાં સુરક્ષા અને પર્યાવરણના જતનના શપથ પણ લેવાયા હતા. ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ અને વિદ્યાર્થીઓએ ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ ઉપરાંત, પ્રધાનમંત્રીના ‘એક પેડ માં કે નામ’ અભિયાનને સાર્થક કરતા શાળા પરિસરમાં મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થીઓને શાળાએ આવવા-જવા માટે સરળતા રહે તે હેતુથી દાતાઓના સહયોગથી શરૂ કરવામાં આવેલી મફત પરિવહન રિક્ષાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવાયું હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી સંગીતાબેન વાઘેલા, તાલુકા પંચાયત સભ્ય ગોરધનભાઈ વાઘેલા, મુકેશભાઈ વાઘેલા, સરપંચ શ્રી પ્રજ્ઞેશભાઈ પટેલ, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ, ગ્રામજનો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.