બોરસદના કંકાપુરા ગામે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને ‘શાળા પ્રવેશોત્સવ’ યોજાયો
Publish Date : 25/06/2026
કુલ ૬૬ વિદ્યાર્થીઓનો બાલવાટિકા, ધોરણ ૧ અને ધોરણ ૯ માં શાળા પ્રવેશ કરાવાયો
આણંદ, બુધવાર , કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ૨૦૨૬ અંતર્ગત બોરસદ તાલુકાની કંકાપુરા પ્રાથમિક શાળા ખાતે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂલકાંઓ અને વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. આ પ્રવેશોત્સવ અંતર્ગત બાલવાટિકા, ધોરણ-૧ અને ધોરણ-૯ મળીને કુલ ૬૬ જેટલા વિદ્યાર્થીઓને જિલ્લા કલેક્ટરશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ અપાયો હતો. જેમાં બાલવાટિકામાં ૩૮ ભૂલકાંઓ, ધોરણ-૧ માં ૦૩ વિદ્યાર્થીઓ અને ધોરણ-૯ માં ૨૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. વિશેષ નોંધનીય બાબત એ રહી કે, ધોરણ-૯ માં પ્રવેશ મેળવનાર ૨૫ વિદ્યાર્થીઓમાંથી ૨ વિદ્યાર્થીઓ એવા હતા જેમણે અગાઉ પોતાનો અભ્યાસ અધૂરો છોડી દીધો હતો, આ ઉત્સવના માધ્યમથી તેમને પુનઃ શિક્ષણની મુખ્યધારામાં લાવવામાં શાળાને સફળતા મળી છે.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વર્ષ ૨૦૦૩માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જ્યારે આ ઉત્સવ શરૂ થયો, ત્યારે ગુજરાતમાં ડ્રોપ-આઉટ રેટ ૩૮ ટકા જેટલો ઊંચો હતો, જે જનભાગીદારી અને શિક્ષકોની મહેનતથી આજે ઘટીને ૧ ટકાથી પણ ઓછો થઈ ગયો છે. આ એક અભૂતપૂર્વ સિદ્ધિ છે. વર્ષ ૨૦૨૬-૨૭ના આ પ્રવેશોત્સવમાં હવે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત ‘નિપુણ ગુજરાત’ ફ્રેમવર્ક લાગુ કરાયું છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં લોજીકલ (તાર્કિક) અને ક્રિટીકલ થિંકિંગનો વિકાસ કરી શિક્ષણની ગુણવત્તા સુધારવાનો છે.
કલેક્ટરશ્રી એ ગામમાં ધોરણ-૯ શરૂ થવા બદલ સરકારનો આભાર માની વાલીઓ અને અગ્રણીઓને વિશેષ અપીલ કરતા ઉમેર્યું કે, આ વર્ષથી આ શાળામાં ધોરણ-૯ શરૂ થયું છે, જે ગામ માટે ગૌરવની બાબત છે. તેમણે વાલીઓ અને ગામના આગેવાનોને નમ્ર વિનંતી કરી હતી કે જે બાળકો હજુ પણ શાળાએ આવતા અચકાય છે, તેમને સમજાવીને પુનઃ શિક્ષણ તરફ વાળવામાં આવે અને સાથે જ, બાળકોની શાળામાં અનિયમિતતા (ગેરહાજરી) સાવ નહિવત કરવા ઉપર ધ્યાન આપવામાં આવે કારણ કે શિક્ષણ એ માત્ર સરકાર કે શિક્ષકોની જવાબદારી નથી, પરંતુ સમાજ અને પરિવારની પણ છે.
વિસ્તારમાં જોવા મળતા વહેલી ઉંમરે લગ્નના ચિંતાજનક પ્રવાહ અંગે પોતાના પરિવારનું હૃદયસ્પર્શી ઉદાહરણ આપતા કલેક્ટરશ્રીએ ભાવુક અપીલ કરી હતી કે, તેઓ રાજસ્થાનના એવા રૂઢિચુસ્ત સમાજમાંથી આવે છે જ્યાં દીકરીઓ ૧૦મું ધોરણ ભણે એટલે લગ્ન કરાવી દેવાતા હતા. પરંતુ તેમની માતાની મક્કમ ઈચ્છાશક્તિ અને પિતાના સહયોગથી સમાજના ભારે વિરોધ વચ્ચે પણ તેમની બંને મોટી બહેનો ઉચ્ચ શિક્ષણ પામી અને આજે એક બહેન ગુજરાતમાં આઈ.જી. (IG) તથા બીજી બહેન મહારાષ્ટ્રમાં આઈ.એ.એસ. (IAS) અધિકારી તરીકે દેશની સેવા કરી રહ્યા છે. તેમ કહી તેમણે વર્ષ ૨૦૪૭ના ‘વિકસિત ભારત’ના નિર્માણમાં આ દીકરીઓનું યોગદાન સૌથી મોટું રહેવાનું છે. આથી, ગામના તમામ વાલીઓને કોઈપણ દીકરીનું શાળાનું શિક્ષણ પૂરું કર્યા વિના તેને વહેલા લગ્નની તરફ ધકેલવામાં ન આવે અને ધોરણ-૧૦ પછી પણ તેનો અભ્યાસ અટકાવ્યા વગર આગળ ધપાવવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો.
ત્યારબાદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ શાળા પરિસરની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે શાળામાં ઉપલબ્ધ ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે જ તેમણે શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) સાથે એક અગત્યની બેઠક યોજીને શિક્ષણની ગુણવત્તા અને શાળાના વિકાસલક્ષી આયોજનો અંગે સઘન ચર્ચા-વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ પ્રસંગે બોરસદ તાલુકા મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી વિક્રમસિંહ ગરાસીયા, શાળાના શિક્ષકો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓએ ઉપસ્થિત રહ્યા હતા.