આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો ઉમંગભેર પ્રારંભ
Publish Date : 24/06/2026
પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘના હસ્તે ચિખોદરા ખાતે ભૂલકાઓનો વિદ્યાભ્યાસ માટે મંગલ પ્રવેશ
૧૦૦ ટકા નામાંકન અને શૂન્ય ડ્રોપઆઉટ રેટના લક્ષ્યાંક સાથે આણંદ જિલ્લામાં શિક્ષણનો મહાકુંભ શરૂ
શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન અને લક્ષ્ય નિર્ધારણ પર પ્રભારી સચિવનો વિશેષ ભાર
વાલીઓને બાળકો સાથે સમયનું રોકાણ કરવા અનુરોધ
વિદ્યાર્થીઓને મોબાઈલના વળગણથી દૂર રહી જીવનમાં પ્રગતિ કરવા પ્રેરણાત્મક આહવાન
આણંદ, મંગળવાર, આણંદ જિલ્લામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનો આજથી અત્યંત ઉત્સાહપૂર્વક પ્રારંભ કરવામાં આવ્યો છે.
જિલ્લાના પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘની પ્રેરક ઉપસ્થિતિમાં ચિખોદરા કુમાર શાળા ખાતે આ શૈક્ષણિક અભિયાનનો મંગલ પ્રારંભ થયો હતો.
પ્રભારી સચિવે આ પ્રસંગે બાલવાટિકા, આંગણવાડી અને ધોરણ-૧ માં પ્રવેશ મેળવતા નાના ભૂલકાઓને વધાવી, દફતર, પાટી અને પેન જેવી શૈક્ષણિક કીટ અર્પણ કરી ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવના આ અવસરે પ્રભારી સચિવ શ્રી અવંતિકા સિંઘે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારના આ મહત્વકાંક્ષી અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના બાળક સુધી શિક્ષણની જ્યોત પહોંચાડવાનો અને શૈક્ષણિક સ્તરને વધુ ઉન્નત બનાવવાનો રહ્યો છે.
તેમણે કહ્યું કે ધોરણ 1 માં ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત થાય તે આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા છે. તેમણે શિક્ષણ જગત સાથે જોડાયેલા શિક્ષકોને પાયાની જવાબદારી સોંપતા અનુરોધ કર્યો હતો કે, માત્ર પ્રવેશ જ નહીં પરંતુ બાળકનો અભ્યાસ સતત ચાલુ રહે તે અત્યંત આવશ્યક છે. ખાસ કરીને દીકરીઓ ધોરણ ૧૨ પૂર્ણ થાય તે પહેલા કોઈપણ કારણોસર અધવચ્ચેથી શાળા છોડી ના જાય (ડ્રોપઆઉટ) તે જોવાની નૈતિક જવાબદારી દરેક શિક્ષકે નિભાવવાની રહેશે. બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સરકાર દ્વારા કરવામાં આવતા આ પ્રયાસોમાં સહભાગી થવા તેમણે હાકલ કરી હતી.
શિક્ષણની સાથે સંસ્કારના મહત્વને સમજાવતા પ્રભારી સચિવે ઉમેર્યું હતું કે, શિક્ષકોએ બાળકોમાં માત્ર જ્ઞાન જ નહીં પરંતુ ઉત્તમ સંસ્કારોનું પણ સિંચન કરવું જોઈએ. તેમણે વાલીઓને પણ એક મહત્વપૂર્ણ શિખ આપતા જણાવ્યું હતું કે, આજના સમયમાં વાલીઓએ પોતાના બાળકો સાથે ગુણવત્તાયુક્ત સમયનું રોકાણ કરવું અનિવાર્ય છે. બાળકોના સર્વાંગી વિકાસ માટે વાલીઓ અને શિક્ષકો વચ્ચેનો સુમેળ અત્યંત જરૂરી છે. જો વાલીઓ પોતાના બાળકના શિક્ષણમાં રુચિ દાખવશે તો જ બાળકના ભવિષ્યનો મજબૂત પાયો રચાશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા શ્રી અવંતિકા સિંઘે જીતનું ભાથું પીરસતા જણાવ્યું હતું કે, દરેક વિદ્યાર્થીએ જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને તે લક્ષ્યને દરરોજ યાદ કરી મક્કમતાથી પ્રગતિ કરવી જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને માતા-પિતાનું સન્માન કરવા, ભણવાના સમયે પૂરેપૂરું ધ્યાન આપી ભણવા અને રમવાના સમયે ખેલદિલીથી રમવા માટે પ્રેરિત કર્યા હતા.
ખાસ કરીને આધુનિક યુગમાં મોબાઈલના વળગણથી દૂર રહી સમયનો સદઉપયોગ કરવા પર તેમણે ભાર મૂક્યો હતો. જીવનમાં શિસ્ત, સમયપાલન અને ધ્યેય પ્રત્યેની નિષ્ઠા રાખવાથી સારા નાગરિક બની શકાય છે અને નિર્ધારિત લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે તેવી શીખ તેમણે વિદ્યાર્થીઓને આપી હતી.
શાળા પ્રાંગણમાં પ્રભારી મંત્રી શ્રી અવંતિકા સિંઘના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
પ્રારંભમાં મિત પરમારે સ્વાસ્થ્ય અને પર્યાવરણ સંબંધી પોતાના વિચારો રજૂ કર્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સમયે તેમણે વાલીઓ સાથે મીટીંગ કરીને વિદ્યાર્થીઓને આપવામાં આવતો નાસ્તો, મધ્યાહન ભોજન, શિક્ષણ, શાળાનું વાતાવરણ અંગે જરૂરી ચર્ચા કરી હતી.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સદસ્ય જનકબેન, સરપંચ શ્રી નિલમબેન, નાયબ કલેકટર શ્રી હેતલબેન ભાલીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર અર્ચનાબેન પ્રજાપતિ, શિક્ષણ વિભાગના અધિકારીઓ શ્રી તેજેન્દ્રસિંહ સોલંકી, શ્રી આર આર સોલંકી, શિક્ષકો, ગ્રામજનો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.