Close

આણંદ તાલુકામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો ત્રિ-દિવસીય શૈક્ષણિક યજ્ઞ પ્રારંભ થશે

Publish Date : 23/06/2026

નાયબ સચિવ પ્રવિણાબેન પટેલના નેતૃત્વમાં આણંદની વિવિધ શાળાઓમાં બાળકોને ઉમળકાભેર પ્રવેશ અપાશે

હાડગુડ, વડોદ, આણંદ વિ.જે. પટેલ પ્રેક્ટિસિગ હાઇસ્કુલ, કરમસદ, જોળ, વિદ્યાનગરની શાળાઓ ખાતે બાલવાટિકાથી ધોરણ-૯ સુધીના પ્રવેશાર્થીઓનું કુમકુમ તિલકથી સ્વાગત કરાશે

આણંદ, સોમવાર, ગુજરાત સરકાર દ્વારા શિક્ષણના સ્તરને ઉંચુ લાવવા અને શત-પ્રતિશત નામાંકન સુનિશ્ચિત કરવાના ઉમદા હેતુ સાથે આણંદ તાલુકામાં આગામી ૨૩ જૂન થી ૨૫ જૂન દરમિયાન ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ ગાંધીનગરના કાનૂની વિભાગના નાયબ સચિવ શ્રીમતી પ્રવિણાબેન એમ. પટેલની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવશે, જેઓ વિવિધ શાળાઓની મુલાકાત લઈને ભૂલકાઓને આવકારશે.

કાર્યક્રમના પ્રથમ દિવસે ૨૩ મેના રોજ સવારે 8:00 કલાકે હાડગુડ ગુજરાતી પ્રાથમિક શાળા, સવારે 10:00 કલાકે એમ.એસ. પટેલ હાઈસ્કુલ- વડોદ અને બપોરે 12:00 કલાકે વી.જે. પટેલ પ્રેક્ટીસીંગ હાઈસ્કૂલ -આણંદ ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમમાં બાલવાટિકા, ધોરણ 1, ધોરણ 9 અને ધોરણ 11 ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે.

આ શૈક્ષણિક મહોત્સવના બીજા દિવસે તા.૨૪ જૂન ના રોજ સવારે 8:00 કલાકે કરમસદની પંચવટી પ્રાથમિક શાળા, સવારે 10:00 કલાકે સી.જે. પટેલ હાઈસ્કૂલ-કરમસદ તેમજ બપોરે 12:00 કલાકે આણંદ હાઇસ્કુલમાં બાળકોને પ્રવેશ આપવામાં આવશે.

ત્યારબાદ, ૨૫ જૂન ના રોજ જોળ પ્રાથમિક શાળા, વિદ્યાનગરની એસ.ડી. દેસાઈ હાઈસ્કૂલ અને ગો. જો. શારદા મંદિર ખાતે પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજાશે.