તા. ૨૧ જૂન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
Publish Date : 20/06/2026
આણંદ જિલ્લામાં જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને નગરપાલિકા કક્ષાએ યોગ દિવસની ઉજવણી કરાશે
આણંદ ખાતે સાંગોડપુરા સ્થિત પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે આણંદ જિલ્લા કક્ષાના અને મહાનગરપાલિકા કક્ષાના યોગ દિવસની થશે ઉજવણી
આણંદ, શુક્રવાર , સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા પ્રતિ વર્ષ તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું જાહેર કરેલ છે.
જે અંતર્ગત આગામી તા. ૨૧ મી જૂન રવિવારના રોજ સવારે ૫-૪૫ કલાક થી સવારના ૮-૦૦ કલાક દરમિયાન પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ, મહાનગરપાલિકા વોર્ડ નંબર 12 માં, સાંગોડપુરા ટીપી- 8 આણંદ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે.
તાલુકા કક્ષાએ યોજાનાર યોગ દિવસની ઉજવણી માટે ખંભાતમાં એસ. ઝેડ. વાઘેલા હાઈસ્કૂલ, બેઠક રોડ ખંભાત ખાતે અને માદડા તળાવ ખંભાત ખાતે નગરપાલિકા કક્ષાનો, બોરસદમાં સરસ્વતી વિદ્યાલય બોરસદ ખાતે, ઉમરેઠમાં એસ.એન. ડી. ટી. ગ્રાઉન્ડ, ઉમરેઠ અને રામ તળાવ, ઉમરેઠ ખાતે, આંકલાવમાં શ્રી આંકલાવ હાઈસ્કૂલ ખાતે અને પ્રાથમિક શાળા ઉમેટા ખાતે, પેટલાદમાં સ્વામી સચ્ચિદાનંદ હોલ- દંતાલી ખાતે અને અટલ ઉદ્યાન, રાધા ઘાટ, પેટલાદ ખાતે નગરપાલિકા કક્ષાનો, સોજીત્રામાં શ્રી એમ. એમ. હાઇસ્કુલ, સોજીત્રા ખાતે જ્યારે તારાપુર તાલુકા નો સાર્વજનિક હાઈસ્કૂલ, તારાપુર ખાતે યોગ દિવસની ઉજવણી કરાશે. જ્યારે ઓડ નગરપાલિકા કક્ષાની યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ વિનય મંદિર હાઇસ્કુલ ગ્રાઉન્ડ- ૧ ખાતે ભાઈઓ માટે અને ગ્રાઉન્ડ- ૨ ખાતે બહેનો માટે યોગ દિવસની ઉજવણી કરાશે. આ ઉપરાંત બોરીયાવી નગરપાલિકા કક્ષાની યોગ દિવસની ઉજવણી સરદાર પટેલ હાઇસ્કુલ – બોરીયાવી ખાતે કરવામાં આવશે.
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ જિલ્લાના અધિકારીઓ અને યુનિવર્સિટીના રજીસ્ટ્રારશ્રીઓને યોગ દિવસની ઉજવણી કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સહિત અધિકારી/કર્મચારીઓ ભાગ લે તે જોવા અને આણંદ જિલ્લાના નગરજનોને સહભાગી થવા અપીલ કરવામાં આવી છે.