Close

આણંદ તાલુકાના વિધવા સહાય અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી જરૂરી

Publish Date : 20/06/2026

તા.20 જૂનના રોજ વલ્લભ વિદ્યાનગર મહાનગરપાલિકાની કચેરી ખાતે ખાસ કેમ્પ યોજાશે

આણંદ, શુક્રવાર , રાજ્ય સરકારની વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભાર્થીઓએ હયાતીની ખરાઈ કરાવવી આવશ્યક છે. જે લાભાર્થીઓ સમયસર હયાતીની ખરાઈ એટલે કે ઈ- કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નહીં કરાવે તેમને મળતી સહાય  આગામી સમયથી અટકી શકે છે.

આણંદ તાલુકાના લાભાર્થીઓને એક સ્થળે હયાતીની ખરાઈ કરાવવાની સુવિધા મળી રહે તેવા હેતુથી આણંદ ગ્રામ્ય મામલતદાર શ્રી દ્વારા આગામી તા.20 જૂનના રોજ નાના બજાર વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલ મહાનગરપાલિકાની કચેરી ખાતે સવારે 10:00 કલાક થી બપોર બાદ 18-00 કલાક સુધી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પમાં લાભાર્થીઓએ આધાર કાર્ડ અને પોતાના મોબાઈલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે, આણંદ તાલુકાના ગંગા સ્વરૂપા આર્થિક સહાય એટલે કે વિધવા સહાય યોજના અને નિરાધાર વૃદ્ધ આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને હયાતીની ખરાઈ (e-kyc) કરાવવા માટે આ કેમ્પનો લાભ લેવા મામલતદાર આણંદ ગ્રામ્ય દ્વારા જણાવવામાં આવ્યું છે.