આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું
Publish Date : 20/06/2026
જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા આણંદના આઠ તાલુકાઓમાં સઘન ઝુંબેશ
ઉમરેઠ અને આંકલાવ તાલુકા દ્વારા પુનઃ નામાંકન પ્રક્રિયામાં ઉત્કૃષ્ટ દેખાવ
ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને ૧૦૦ ટકા નામાંકન સુનિશ્ચિત કરવા વહીવટી તંત્રનો મક્કમ નિર્ધાર
જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ
આણંદ, ગુરૂવાર, આણંદ જિલ્લામાં શિક્ષણના સ્તરમાં સુધારો કરવા અને શાળા છોડી ગયેલા બાળકોને ફરી શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીના સીધા માર્ગદર્શન હેઠળ ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનરૂપી કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે સર્કિટ હાઉસ આણંદ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક માં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા અને શાળા છોડી ગયેલા બાળકો પુન: શાળાએ આવતા થાય તે અંગે સઘન ચર્ચા હાથ ધરવામાં આવી હતી.
નોંધનીય છે કે, જિલ્લા પંચાયત આણંદના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ વિશેષ ઝુંબેશના ભાગરૂપે ધોરણ ૧ થી ૧૦ માં કુલ ૪૦૩૦ બાળકોના પુનઃ નામાંકનનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, જે પૈકી અત્યાર સુધીમાં ૧૩૮૭ જેટલા બાળકોને ફરીથી શાળાએ લાવવામાં સફળતા મળી છે.
આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય જિલ્લામાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડી દરેક બાળકને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સુનિશ્ચિત કરવાનો છે.
જિલ્લાના આઠ તાલુકાઓમાં ચાલી રહેલી આ કામગીરીમાં ધોરણ ૧ થી ૮ ના સ્તરે નોંધપાત્ર પરિણામો જોવા મળી રહ્યા છે. પ્રાથમિક વિભાગમાં કુલ ૧૬૪૯ બાળકોને પરત લાવવાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૭૫૪ બાળકો એટલે કે આશરે ૪૫.૭ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ખાસ કરીને ઉમરેઠ તાલુકામાં ૯૧.૮ ટકા અને આંકલાવ તાલુકામાં ૮૬.૭ ટકા જેટલી ઉમદા પ્રગતિ સાથે શિક્ષણ વિભાગે બાળકોને વર્ગખંડ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત સોજિત્રા અને તારાપુર તાલુકાઓમાં પણ સંતોષકારક કામગીરી નોંધાઈ છે, જે શિક્ષણ પ્રત્યેની વહીવટી તંત્રની ગંભીરતા દર્શાવે છે.
માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે ધોરણ ૯ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે પણ વિશેષ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં ૨૩૮૧ બાળકોના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં ૬૩૩ બાળકોને પુનઃ નામાંકિત કરવામાં આવ્યા છે, જેમાં તારાપુર તાલુકો ૭૪.૫૧ ટકા અને આંકલાવ તાલુકો ૭૩.૫૩ ટકા સાથે મોખરે રહ્યા છે. આ કામગીરી માત્ર નામાંકન પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા એવા બાળકોની પણ ઝીણવટભરી ઓળખ કરવામાં આવી છે, જેઓ અન્યત્ર અભ્યાસ કરી રહ્યા છે અથવા તો પહેલેથી જ કોઈ શાળામાં અભ્યાસરત છે. ડેટા મુજબ, આશરે ૯૩૩ બાળકો અન્ય સ્થળોએ અભ્યાસ કરી રહ્યા હોવાનું પણ ચકાસણી દરમિયાન બહાર આવ્યું છે.
આણંદ, બોરસદ, ખંભાત અને પેટલાદ સહિતના તમામ તાલુકાઓમાં શિક્ષણ વિભાગની ટીમો દ્વારા ઘરે-ઘરે જઈને અને વાલીઓનું કાઉન્સેલિંગ કરીને બાળકોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
સમગ્ર જિલ્લામાં ધોરણ ૧ થી ૧૦ ના કુલ ૩૪.૪૨ ટકા લક્ષ્યાંકની પૂર્તિ થઈ ચૂકી છે અને બાકી રહેલા બાળકોને વહેલી તકે શિક્ષણના મુખ્ય પ્રવાહમાં જોડવા માટે કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
જિલ્લા વહીવટી તંત્રના આ સંનિષ્ઠ પ્રયાસોથી આણંદ જિલ્લો આગામી સમયમાં શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરશે અને કોઈ પણ બાળક શિક્ષણના અધિકારથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવામાં આવશે.
આ બેઠકમાં કરમસદ આણંદ મહાનગર પાલિકાના કમિશનર શ્રી આર. એન. ડોડીયા, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટર શ્રી લલિતકુમાર પટેલ, અધિક કલેકટર શ્રી ગમારા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અર્ચનાબેન પ્રજાપતિ સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું

આણંદ જિલ્લામાં ‘બેક ટુ સ્કૂલ’ અભિયાન : ૧૩૮૭થી વધુ બાળકોનું પુનઃ નામાંકન કરાયું