સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ
Publish Date : 18/06/2026
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ
બોરસદના રાસ ગામ ખાતે સરકારની ૧૫ થી વધુ યોજનાઓના લાભોનું મંત્રીશ્રીના હસ્તે સ્થળ પર જ લાભાર્થીઓને વિતરણ કરાયું
આણંદ, બુધવાર , વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ગૌરવશાળી ૧૨ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના રાસ ગામે રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં ‘જનકલ્યાણ શિબિર’ યોજાઈ હતી.
આ જનકલ્યાણ શિબિરમાં સામાન્ય નાગરિકોને આયુષ્યમાન કાર્ડ, પીએમ સૂર્યઘર યોજના અને વિવિધ પેન્શન યોજનાઓ સહિત ૧૫ જેટલી સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓના લાભોનું સ્થળ પર જ મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યુ હતું. ગ્રામજનોને વહીવટી પ્રક્રિયામાં કોઈ મુશ્કેલી ન પડે અને એક જ સ્થળે તમામ સરકારી સેવાઓનો લાભ મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા સુવ્યવસ્થિત અને સરળ વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.
મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો અને કેન્દ્ર અને રાજ્ય સરકાર જનકલ્યાણ અને અંત્યોદયના સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે તેમ જણાવ્યું હતું. તેમણે સરકારની યોજનાઓનો લાભ સમાજના છેવાડાના માનવી સુધી કોઈ પણ ભેદભાવ વિના અને સરળતાથી પહોંચે તે માટે સરકાર સતત પ્રયાસરત છે તેમ જણાવી તેમણે એક જ છત્ર નીચે નાગરિકોને તમામ વહીવટી સેવાઓ પૂરી પાડવાનો જનકલ્યાણ શિબિરના આયોજનના સરાહનીય પ્રયાસને લોકહિત અને સુશાસનનું ઉત્તમ ઉદાહરણ ગણાવ્યું હતું.
આ શિબિરમાં તાલુકા કક્ષાના પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ

સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૨ વર્ષ