Close

આણંદના ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો: 28 યુનિટ રક્ત એકત્રિત કરાયું

Publish Date : 18/06/2026

માનવતાના કાર્યમાં સહભાગી થવા બદલ રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો દ્વારા રક્તદાતાઓનું સન્માન

આણંદ, બુધવાર, આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી, આણંદ દ્વારા માનવતાના કાર્યમાં સહભાગી થવા માટે ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે

રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજનને સફળ બનાવવામાં આવ્યું હતું, જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ચિખોદરાની ટીમ દ્વારા કુલ 28 યુનિટ બ્લડનું કલેક્શન કરવામાં આવ્યું છે.

દર્દીઓની રક્તની જરૂરિયાતને પહોંચી વળવા અને કટોકટીના સમયે મદદરૂપ થવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે આ કેમ્પનું માળખું તૈયાર કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પના પ્રસંગે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી, આણંદના બોર્ડ મેમ્બર ઉમેશભાઈ શેલત, ડૉ. વાલેસ, ડૉ. યોગેશ પારેખ અને ડૉ. ડીપલ દવે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

ઉપસ્થિત મહાનુભાવોએ રક્તદાનના મહત્વ પર ભાર મુકતા દરેક રક્તદાતાની સમાજ પ્રત્યેની નિષ્ઠાને બિરદાવી હતી. આ તકે મહાનુભાવોના હસ્તે દરેક રક્તદાતાને પ્રમાણપત્ર એનાયત કરી તેઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ કચેરીના ડૉ. પાઠક અને ચિખોદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા માટે પ્રેરાયા હતા.

બ્લડ કલેક્શનની પ્રક્રિયા દરમિયાન સુરક્ષા અને સ્વચ્છતાના તમામ માપદંડોનું કડક પાલન કરવામાં આવ્યું હતું, જે આ કેમ્પની મુખ્ય વિશેષતા રહી હતી.