Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિર યોજાઇ

Publish Date : 17/06/2026

મનપાના NULM – UCD વિભાગની અનોખી પહેલ, પીએમ સ્વનિધિ અને આયુષ્યમાન કાર્ડના વિતરણથી સેંકડો પરિવારો લાભાન્વિત

આત્મનિર્ભરતા તરફ કદમ: કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૫ થી ૫૦ હજાર સુધીની લોન સહાયના ચેકોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિતરણ

આણંદ, મંગળવાર, કરમસદ આણંદ મહાનગરપાલિકાના  NULM – UCD વિભાગ દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવાના ઉમદા હેતુ સાથે ‘જન કલ્યાણ શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.

 આ શિબિરના માધ્યમથી શહેરના અનેક જરૂરિયાતમંદ પરિવારોને સરકારની લોકાભિમુખ યોજનાઓ સાથે જોડીને તેમને આર્થિક અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં કરમસદ આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દીપિકાબેન પટેલ, ડેપ્યુટી મેયરશ્રી કમલેશભાઈ ડાભી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી મયુરભાઈ સુથાર, નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે. ગરવાલ અને શ્રી સંગાડા સહિત કોર્પોરેટરશ્રીઓએ પણ આ શિબિરમાં હાજરી આપીને લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ તકે મહાનુભાવોના હસ્તે પીએમ સ્વનિધિ યોજના હેઠળના લાભાર્થીઓને સીધી આર્થિક સહાય પૂરી પાડવામાં આવી હતી. આ યોજના અંતર્ગત નાના વેપારીઓ અને ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા માટે રૂપિયા ૧૫ હજારથી લઈને ૫૦ હજાર સુધીની રકમના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આર્થિક સહાયની સાથે-સાથે નાગરિકોના આરોગ્યની સુખાકારી માટે પીએમ આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.

આ જન કલ્યાણ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતાને સીધો લાભ આપી તેમના જીવનધોરણમાં સુધારો લાવવાનો હતો. NULM – UCD વિભાગની આ કામગીરીને કારણે અનેક પરિવારોને એક જ સ્થળેથી મહત્વની યોજનાઓના લાભો પ્રાપ્ત થયા હતા.

આ જન કલ્યાણ શિબિરમાં મોટી સંખ્યામાં ફેરિયાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.