૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
Publish Date : 15/06/2026
પેટલાદમાં ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત નિર્માણાધીન ટાઉનહોલનું નિરીક્ષણ: વિકાસલક્ષી કાર્યોની સમીક્ષા કરતા નાણાં રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વના ૧૨ વર્ષની ઉજવણી: પેટલાદમાં જન કલ્યાણ શિબિર અને સેવાસેતુ કાર્યક્રમો યોજાયા
આધુનિક સુવિધાઓથી સજ્જ ટાઉનહોલ શહેરની સામાજિક-સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બનશે-મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ
આણંદ, શુક્રવાર, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં આયોજિત ‘પ્રગતિ પથ યાત્રા’ અંતર્ગત પેટલાદ ખાતે વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણકારી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
નાણા રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે પેટલાદ નગરપાલિકા દ્વારા નિર્માણ પામી રહેલા નવા અત્યાધુનિક ટાઉનહોલ બિલ્ડિંગની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ચાલી રહેલા બાંધકામની પ્રગતિ, કામગીરીની ગુણવત્તા અને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા અંગે ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.
મંત્રી શ્રી એ જણાવ્યું હતું કે પેટલાદ શહેરના વિકાસમાં આ નવો ટાઉનહોલ એક સીમાચિહ્ન સમાન સાબિત થશે. મંત્રી શ્રી એ એજન્સીના પ્રતિનિધિઓ અને નગરપાલિકાના તકનીકી અધિકારીઓ સાથે ચર્ચા કરી કાર્યને વહેલી તકે પૂર્ણ કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આધુનિક સુવિધાઓથી સજ્જ આ ટાઉનહોલ તૈયાર થયા બાદ પેટલાદના નાગરિકો માટે સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો યોજવા માટે એક મહત્વપૂર્ણ અને સુવિધાજનક કેન્દ્ર બની રહેશે, જે નગરની સામાજિક રોનકમાં વધારો કરશે, તેમ મંત્રી શ્રી મે વધુમાં કહ્યું હતું.
વિકાસ કાર્યોની સમીક્ષાની સાથે સાથે જનહિતના કાર્યોને વેગ આપવા માટે પેટલાદ નગરપાલિકા દ્વારા ટાઉનહોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પેટલાદ તાલુકાના પાળજ ખાતે જન કલ્યાણ શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સીધો લાભ મેળવ્યો હતો. આ કાર્યક્રમો દ્વારા છેવાડાના માનવી સુધી સરકારી યોજનાના લાભો પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પેટલાદ નગરપાલિકાના પ્રમુખ કોકીલાબેન તળપદા, ઉપપ્રમુખ મનીષભાઈ શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયભાઈ પટેલ, અગ્રણી શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.