Close

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

Publish Date : 15/06/2026

કમિશનર શ્રી આર. એન. ડોડીયા

આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી

પ્રજાની સુખાકારી માટે ત્વરિત કામ કરવા અધિકારીઓને અનુરોધ

જાહેરમાં કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી કરવા સૂચના

જાહેર રસ્તા પરના કોઈપણ દબાણ ચલાવી લેવામાં આવશે નહીં

કોર્પોરેશનના જે વિસ્તારમાં ગટર લાઈન નથી ત્યાં ગટર લાઈન નાખવા માટે ખાસ રજૂઆત- ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ

ટીપી 10 માં હાઈ ટેન્શન ટાવર પાવર લાઈન ખસેડવા માટે સાંસદ શ્રી મિતેશભાઇ પટેલની રજૂઆત

આણંદ, શુક્રવાર , કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મહાનગરપાલિકાના કમિશનરશ્રીના અધ્યક્ષસ્થાને મહાનગરપાલિકાના સભાખંડ ખાતે યોજવામાં આવી હતી.

પ્રારંભમાં મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી પી.આર.સંગાડાએ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ અને સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ ને મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં આવકાર્યા હતા.

આ બેઠકમાં ઉપસ્થિત સંકલન સમિતિના અધિકારીઓને મહાનગરપાલિકાના કમિશનર શ્રી એ પરસ્પરનાં સંકલનમાં રહીને પ્રજાલક્ષી કાર્ય ઝડપથી કરવા અનુરોધ કર્યો હતો તથા આણંદના ધારાસભ્યશ્રી અને સંસદસભ્યશ્રીના સૂચનો કોર્પોરેશનના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે તેમ જણાવી પ્રજાની સુખાકારી માટે ત્વરિત કામ કરવા અધિકારીઓને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત  જાહેરમાં કચરો નાખનાર સામે દંડનીય કાર્યવાહી કરવા, જાહેર રસ્તા પરના કોઈપણ પ્રકારના દબાણ હોય તો ત્વરિત હટાવવા માટે સૂચના આપી હતી.

કમિશનર શ્રી એ આણંદના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્ય શ્રી દ્વારા પૂછવામાં આવતા પ્રશ્નો, કરેલ રજૂઆત તથા સૂચનોનો પણ તુરંત પ્રતિસાદ આપવા જણાવ્યુ હતું. કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકમાં ઉપસ્થિત સંસદ સભ્ય શ્રી મિતેશભાઇ પટેલ દ્વારા ટીપી 10 માં હાઈ ટેન્શન ટાવર પાવર લાઈન રોડની વચ્ચે છે જે ખસેડવા કૈલાશ ફાર્મ રોડ ઉપર ગટરની સુવિધા અને બાકરોલ વિસ્તારની સોસાયટીમાં ડ્રેનેજ ના કનેક્શન અંગેના પ્રશ્ન રજૂ કરવામાં આવ્યા હતા.

ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ દ્વારા સોસાયટીઓ માં સ્ટ્રોમ વોટર પાણીની લાઈન નાખ્યા બાદ નવા રસ્તાઓ બનાવવા માટે, જ્યાં જરૂર છે ત્યાં સીસી રોડ બનાવવા, કોર્પોરેશન વિસ્તારમાં નલ સે જલ યોજના દ્વારા પીવાનું પાણી આપવામાં આવે તે માટે અને જે વિસ્તારમાં હજી સુધી ગટર લાઈન પહોંચી નથી ત્યાં તાકીદે ગટર લાઈન પહોંચાડવામાં આવે, વલ્લભ વિદ્યાનગરમાં ભાઈ કાકા ચાર રસ્તા ઉપર ખૂબ જ ટ્રાફિક નું ભારણ રહેતું હોવાથી ઓવરબ્રિજ ની જરૂરિયાત,  જેવા પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.

આ તબક્કે આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલે કોર્પોરેશન દ્વારા રેલ્વે સ્ટેશનની સામેના વિસ્તારમાં મહાનગરપાલિકાની જગ્યા પરના ગેરકાયદેસર દબાણ દૂર કરી ટીમ દ્વારા જગ્યા ખાલી કરાવી તેવી કામગીરી કરવા બદલ કોર્પોરેશનની ટીમને અભિનંદન પણ પાઠવ્યા હતા.

આ બેઠકમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર શ્રી એસ.કે ગરવાલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ, મામલતદાર શહેર, સીટી ઇજનેર શ્રી જીગર પટેલ, આરોગ્ય, જમીન માપણી, ફાયર વિભાગના અધિકારીઓ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ

 

કરમસદ આણંદ મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાઈ