આણંદ જિલ્લામાં પ્રગતિપથ યાત્રા : ૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના
Publish Date : 12/06/2026
આણંદના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્થિતિમાં સોજીત્રા ખાતે પ્રગતિપથ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો
રાજ્ય સરકાર અવિરત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા કટિબધ્ધ : મંત્રી શ્રી સંજયસિંહ મહીડા
આણંદ, ગુરૂવાર , વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના કુશળ નેતૃત્વમાં થયેલા વિકાસકાર્યોની ગાથા રજૂ કરવા અને રાજ્યના વિકાસલક્ષી કાર્યો અને શ્રેષ્ઠ પ્રોજેક્ટોથી નાગરિકોને માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘પ્રગતિપથ યાત્રા’ અંતર્ગત આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકામાં કાર્યક્રમ યોજાયો હતો.
આ તકે આણંદના પ્રભારી અને મહેસૂલ રાજય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં સર્વાંગી વિકાસ માટેના અનેક પ્રકલ્પોનું નિર્માણ થયું છે. સમાજના તમામ વર્ગો વિકાસની આ પ્રક્રિયામાં સહભાગી બની શકે તે માટે પ્રગતિપથ યાત્રા અંતર્ગત રાજ્યના નાગરિકો, યુવાઓ અને વિદ્યાર્થીઓ સહિતના લોકોને વિવિધ પ્રોજેક્ટો, પ્રવાસન સ્થળો, યાત્રાધામો, વિકાસલક્ષી કાર્યો અને લોકભાગીદારી આધારિત વિકાસના મોડલની મુલાકાત કરાવવામાં આવી રહી છે.
મંત્રીશ્રીએ સ-ગૌરવ ઉમેર્યું હતુ કે, સોજીત્રા તાલુકાના પીપળાવ ગામ ખાતે આવેલા અને લોકોની આસ્થાના કેન્દ્ર સમાન “માં આશાપુરી મંદિર”ની પ્રગતિપથ યાત્રા અંતર્ગત પસંદગી કરવામાં આવી છે. આ મંદિરનો ઇતિહાસ મહાભારતકાળ સાથે જોડાયેલો છે, તેમજ એક લોકવાયકા પ્રમાણે મંદિર સામે આવેલું વિશાળ સરોવર, જ્યાં અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણએ સ્નાન કર્યું હતું, તે આજે “નર નારાયણ સરોવર” તરીકે પ્રચલિત છે.
મંત્રીશ્રીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા પીપળાવ ગામને એક આગવી ઓળખ આપવા અને તેને યાત્રાધામ તરીકે વિકસાવવા માટે અંદાજિત કુલ રૂપિયા ૧૪૨ કરોડથી પણ વધુની રકમના વિકાસકામો કરવામાં આવ્યા છે. તેમણે રાજ્ય સરકાર “સૌનો સાથ, સૌનો વિકાસ”ના સૂત્રને સાકાર કરીને અવિરત વિકાસની નવી ઊંચાઈઓ હાંસલ કરવા માટે કટિબદ્ધ છે, તેમ જણાવી ઉપસ્થિત નાગરિકોને વિકાસની આ પ્રક્રિયામાં સક્રિયપણે જોડાવા આહવાન કર્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલે ઉપસ્થિત સૌનું શાબ્દીક સ્વાગત કર્યું હતુ.
ઉલ્લેખનીય છે કે કાર્યક્રમની શરૂઆત પૂર્વે મંત્રી શ્રી સંજયસિંહ મહીડાએ પીપળાવ ખાતે સ્થિત સુપ્રસિદ્ધ આશાપુરી માતાજી મંદિર ખાતે માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. આ તકે મંદિરના પૂજારીશ્રી દ્વારા ‘‘માં આશાપુરી’’ મંદિરના પૌરાણિક ઇતિહાસ અને તેના મહત્વની વિસ્તૃત વિગતો મંત્રીશ્રીને આપી હતી.
આ પ્રસંગે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, ધારાસભ્ય શ્રી વિપુલ પટેલ, નાયબ કલેક્ટરશ્રી (સ્ટેમ્પ ડ્યુટી), પેટલાદના પ્રાંત અધિકારીશ્રી, અગ્રણી શ્રી સંજ્ય પટેલ, સહિત જિલ્લા અને તાલુકા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.