Close

૧૨ વર્ષ વિશ્વાસના, વિકાસના અને જન કલ્યાણના

Publish Date : 12/06/2026

નાણા રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં પેટલાદના બાંધણી ખાતે ‘સ્વચ્છતા અભિયાન’ યોજાયું

બાંધણીમાં મંત્રીશ્રી દ્વારા આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ વૃક્ષારોપણ કરાયું

આણંદ, ગુરૂવાર, દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના “અવિરત ૧૨ વર્ષ: વિશ્વાસ, વિકાસ અને જન કલ્યાણના” સૂત્ર સાથે ઉજવવામાં આવી રહેલા સેવા પર્વ અંતર્ગત પેટલાદ તાલુકાના બાંધણી મુકામે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા સપ્તાહ અભિયાનમાં સક્રિયપણે જોડાઈને ગ્રામજનોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

મંત્રીશ્રીએ બાંધણી ખાતે વિવિધ વિકાસકામો અને શૈક્ષણિક સંસ્થાઓની મુલાકાત લઈ સ્થળ પરની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.

મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે બાંધણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે ફરજ પરના તબીબો અને આરોગ્ય સ્ટાફ સાથે સંવાદ સાધીને દર્દીઓની સુવિધા અને આરોગ્ય સેવાઓ અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આરોગ્ય કેન્દ્રના પટાંગણમાં પર્યાવરણની જાળવણીના સંદેશ સાથે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવી રાખવા અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચાડવા પર ભાર મૂક્યો હતો.

મંત્રીશ્રીએ બાંધણી કન્યાશાળાના નિર્માણ પામી રહેલા નવીન મકાનના બાંધકામની મુલાકાત લીધી હતી. તેમણે નિર્માણ કાર્યની પ્રગતિનું નિરીક્ષણ કરી સમયમર્યાદામાં ગુણવત્તાયુક્ત કામગીરી પૂર્ણ કરવા સૂચના આપી હતી.

આ સાથે મંત્રીશ્રીએ પ્રાથમિક કુમાર શાળાની પણ મુલાકાત લઈને શૈક્ષણિક સુવિધાઓની જાણકારી મેળવી હતી.

આ સેવાકીય અભિયાનમાં મંત્રીશ્રીની સાથે પેટલાદ તાલુકા પંચાયત પ્રમુખ રણજીસિંહ પરમાર, બાંધણી જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ સોલંકી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જ્યોતિબેન સોલંકી, કારોબારી ચેરમેન બ્રિજેશભાઈ પટેલ સહિત અગ્રણીઓ, પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.