પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષની ઉજવણી: બહુચરાજી શક્તિપીઠ ખાતે સ્વચ્છતા અભિયાન યોજાયું
Publish Date : 12/06/2026
નાણા રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલે બહુચરાજી મંદિર પરિસરમાં મંદિર અને મુખ્ય માર્ગો પર સફાઈ કરી નાગરિકોને પ્રેરણા આપી
આણંદ, ગુરૂવાર, દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે.
“અવિરત ૧૨ વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના” સૂત્ર હેઠળ આયોજિત આ ઉજવણીના ભાગરૂપે સુપ્રસિદ્ધ પ્રાચીન શક્તિપીઠ બહુચરાજી મંદિરના પરિસર અને મંદિરના મુખ્ય માર્ગ પર વિશેષ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
આ અભિયાનમાં રાજ્યના નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે સ્વયં સહભાગી થઈને શ્રમદાન કર્યું હતું અને સેવાકાર્ય દ્વારા પ્રધાનમંત્રીના સફળ કાર્યકાળને બિરદાવ્યો હતો.
નાણા રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં દેશે છેલ્લા ૧૨ વર્ષોમાં અભૂતપૂર્વ પ્રગતિ સાધી છે. આ ૧૨ વર્ષોમાં કેન્દ્ર સરકારે વિશ્વાસ અને વિકાસના મજબૂત પાયા પર જનકલ્યાણની અનેક યોજનાઓ અમલી બનાવી છે. આ ગૌરવપૂર્ણ અવસરની ઉજવણી જ્યારે સેવાકીય કાર્યો દ્વારા કરવામાં આવે છે, ત્યારે તે સાચા અર્થમાં સાર્થક બને છે. શક્તિપીઠ બહુચરાજી જેવા પવિત્ર ધામમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાઈને સેવા કરવાનો અવસર મળવો એ મારા માટે સુખદ અને પુનિત અનુભવ છે.
આ કાર્યક્રમ અંતર્ગત બહુચરાજી મંદિરના આંતરિક પરિસરની સાથે સાથે ભક્તો અને પ્રવાસીઓની અવરજવર ધરાવતા મુખ્ય માર્ગો પર સફાઈ કરવામાં આવી હતી. મંત્રીશ્રી કમલેશભાઈ પટેલએ જણાવ્યું હતું કે સ્વચ્છતા એ સંસ્કાર છે અને ધાર્મિક સ્થાનો પર આવી પ્રવૃત્તિઓથી સમાજમાં સકારાત્મક સંદેશ જાય છે. પ્રધાનમંત્રીના ૧૨ વર્ષના સફળ શાસનને જનસેવા સાથે જોડીને ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં સ્થાનિક વહીવટીતંત્ર અને આગેવાનો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. આ સ્વચ્છતા અભિયાન દ્વારા જનસામાન્યને પણ પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.