Close

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

Publish Date : 11/06/2026

 ‘સ્વચ્છ ગામ થકી સ્વસ્થ દેશ’ના સંકલ્પને સાકાર કરવા છેડાયું જન-આંદોલન

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકી અને લોકપ્રતિનિધિઓની પ્રેરક ઉપસ્થિતિમાં બોરસદ ખાતે સફાઈ ઝુંબેશ, જળ સંચય અને વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાયા

તા. ૮ થી ૧૪ જૂન દરમિયાન આયોજિત વિશેષ ઝુંબેશમાં પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય અને જળાશયોની સફાઈ પર અપાયો વિશેષ ભાર

આણંદ, બુધવાર, ગુજરાત રાજ્ય હંમેશા “સ્વચ્છ ગામ થકી સ્વચ્છ જીલ્લા, સ્વસ્થ રાજ્ય અને સ્વસ્થ દેશ” ના સંકલ્પને સાકાર કરવામાં અગ્રેસર રહ્યું છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ નાગરિકોના સર્વાંગી સ્વાસ્થ્ય અને આદર્શ ગ્રામ પંચાયતની વિભાવનાને ચરિતાર્થ કરવાના ઉમદા હેતુથી આણંદ જિલ્લામાં તા. ૧૪-૦૬-૨૦૨૬ સુધી ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા આયોજિત આ વિશેષ ઝુંબેશમાં જનપ્રતિનિધિઓ, વહીવટી તંત્ર અને નાગરિકોના સક્રિય સહયોગથી સ્વચ્છતા પ્રવૃત્તિઓને વધુ વ્યાપક અને પરિણામલક્ષી બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

અભિયાનના પ્રથમ દિવસે આણંદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છતા જાગૃતિ રેલી’ સાથે કાર્યક્રમનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે આણંદ તાલુકાના વઘાસી, આંકલાવના આસોદર, બોરસદના ખાનપુર, ખંભાતના રંગપુર, પેટલાદના પંડોળી, સોજીત્રાના ડાલી, તારાપુરના વલ્લી અને ઉમરેઠ તાલુકાના પરવટા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા.

આ રેલીમાં સાંસદ શ્રી, ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આંગણવાડી બહેનોએ જોડાઈને ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા આહવાન કર્યું હતું. અભિયાનના બીજા દિવસે ‘પ્લાસ્ટિક મુક્ત ગ્રામ્ય દિવસ’ તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દિવસે જિલ્લાના સંદેસર, ખડોલ (હ), કાવિઠા, જહાજ, સંજાયા, પીપળાવ, બુધેજ અને થામણા જેવા ગામો સહિત સમગ્ર જિલ્લામાં પ્લાસ્ટિક સફાઈની વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ગામના સરપંચ, તલાટી અને સ્થાનિક સભ્યો દ્વારા શ્રમદાન કરી ગામના મુખ્ય પ્રવેશદ્વાર, જાહેર રસ્તાઓ અને મંદિરોની સફાઈ કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિની સાથે સાથે પર્યાવરણની જાળવણી માટે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વૃક્ષારોપણના કાર્યક્રમો પણ યોજાયા હતા, જેનો મુખ્ય હેતુ ગામને પ્લાસ્ટિક મુક્ત અને હરિયાળું બનાવવાનો રહ્યો હતો.

અભિયાનના ત્રીજા દિવસે જળાશયો અને ખુલ્લા પ્લોટની સફાઈ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. બોરસદ તાલુકાના ઝારોલા ગામે આયોજિત વિશેષ કાર્યક્રમમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીએ પ્રત્યક્ષ સહભાગી થઈ શ્રમદાન કર્યું હતું.

મંત્રીશ્રીએ સ્થાનિક પદાધિકારીઓ અને ગ્રામજનો સાથે મળીને ગામના જળાશય અને જાહેર માર્ગોની સફાઈ કરી હતી તેમજ સ્વચ્છતા રેલીમાં જોડાઈને નાગરિકોને ગામને આદર્શ અને સુંદર બનાવવા અપીલ કરી હતી. આ દિવસે જોળ, ગંભીરા, વટાદરા, સુંદરણા, વિરોલ, જાફરગંજ અને સુરેલી જેવા ગામોમાં પણ સફાઈ અને વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ વેગવંતી બની હતી.

સમગ્ર જિલ્લામાં ચાલી રહેલા આ સાપ્તાહિક અભિયાન દરમિયાન જળાશયોની આસપાસ જમા થયેલો કચરો અને ઝાંખરા દૂર કરવામાં આવ્યા છે. ખુલ્લા પ્લોટોની સફાઈ કરી ત્યાં નવપલ્લવિત રોપાઓનું વાવેતર કરી પ્રકૃતિનું જતન કરવાનો સંદેશ આપવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં  જિલ્લા-તાલુકા-નગરપાલિકાના સદસ્યો, નગરજનો જોડાયા હતા.

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન

 

 

 

 

આણંદ જિલ્લામાં ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન