કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા તારીખ 10 જૂન ના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિઓમ નગર લાલ ચાલી કૈલાશ ભૂમિ પાસે સામૂહિક સ્વચ્છતા અભિયાન યોજાશે
Publish Date : 10/06/2026
મહાનગરપાલિકાના મેયર શ્રી, કમિશનર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડીગ કમિટીના ચેરમેન શ્રી અને નગર સેવકો ઉપસ્થિત રહેશે
આણંદ, મંગળવાર, સ્વચ્છ ભારત વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા તેમજ સ્વચ્છ ગુજરાત પ્લાસ્ટિક મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી, મેયર શ્રી ના માર્ગદર્શન હેઠળ આવતીકાલે તારીખ 10મી જૂન બુધવારના રોજ સવારે 8:30 કલાકે વિદ્યાનગર હરિઓમ નગર લાલ ચાલી કૈલાશ ભૂમિ પાસે સામૂહિક સફાઈ સઘન ઝુંબેશ યોજાશે. આ સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં નગરજનોને સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.