“વિશ્વ તમાકુ મુક્ત દિવસ”ની ઉજવણી અન્વયે આણંદ જિલ્લામાં જનજાગૃતિ રેલી, નાટક અને શિબિરોનું આયોજન
Publish Date : 01/06/2026
તમાકુ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત આણંદની ૧૦૬૩ શાળાઓ તમાકુ મુક્ત જાહેર કરાઇ અને કાયદાભંગ કરનારાઓ પાસેથી રૂ.૮૪,૯૬૦ નો દંડ વસૂલાયો
આણંદ, શનિવાર , આણંદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહૂતિ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ. પિયુષ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ તેમજ એપેડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. રાજેશ પટેલના કુશળ આયોજન દ્વારા તમામ સ્તરેથી આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રચાર માધ્યમો થકી જનજાગૃતિ અર્થે કામગીરી કરવામા આવી છે અને લોકોને તમાકુ મુક્ત થવા માટે આહવાન કરવામાં આવ્યુ છે.
વિશ્વ તમાકુ મુક્ત દિવસ નિમિત્તે આજે આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં જનજાગૃતિ ફેલાવવાના હેતુથી વ્યાપક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં સૌથી વધુ તમાકુનું ઉત્પાદન કરતા આણંદ જિલ્લામાં આ દિવસની ઉજવણીનો મુખ્ય આશય લોકોને તમાકુના નુકસાનકારક વ્યસનથી મુક્ત કરવાનો તેમજ તમાકુના પાકને કારણે ખેત મજૂરો, જમીન અને પર્યાવરણ પર થતી પ્રતિકૂળ અસરોને નિવારવાનો છે.
આ જનજાગૃતિ ઝુંબેશ હેઠળ આણંદ જિલ્લાની તમામ તાલુકા હેલ્થ કચેરીઓ, ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૧૪ સામૂહિક આરોગ્ય કેન્દ્રો, ૮ અર્બન હેલ્થ સેન્ટરો અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો દ્વારા ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. જેમાં કુલ ૨૫ રેલીઓ, ૨૫૨ જૂથચર્ચાઓ અને ૩૦ વિશેષ આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષની ખાસ થીમ “Unmasking the Appeal: Countering Nicotine and Tobacco Addiction” (તમાકુ અને નિકોટિનના ખોટા આકર્ષણનો ભેદ ઉઘાડો અને તેના વ્યસન સામે લડત આપો) હેઠળ બાળકોને આરોગ્ય શિક્ષણ, શેરી નાટક અને ડિજિટલ પ્રેઝન્ટેશનના માધ્યમથી નિકોટિનના જોખમોથી માહિતગાર કરાયા હતા. આ સાથે જ તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ (COTPA) ની જોગવાઈઓ અંગે નાગરિકોને કાયદાકીય સમજ પૂરી પાડવામાં ઉપરાંત નાગરિકોને તમાકુ મુક્ત ગુજરાત અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવા માટે સામૂહિક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી અને તમાકુના સેવનથી થતી ગંભીર અને જીવલેણ બીમારીઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગ દ્વારા તમાકુની ખેતી સાથે સંકળાયેલા સ્થાનિક ખેડૂતોને તમાકુના પાકથી જમીનની ફળદ્રુપતા અને પર્યાવરણને થતા નુકસાનને રોકવા માટે શાકભાજી અને અનાજ જેવા વૈકલ્પિક પાકોની ખેતી તરફ વળવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. ખેડૂતો કૃષિ ઉત્પાદન વધારીને દેશમાંથી ભૂખમરો તથા કુપોષણ નાબૂદ કરવાના રાષ્ટ્રીય કાર્યમાં મહત્ત્વપૂર્ણ ભાગીદાર બને તેવું આહવાન કરાયું હતું.
તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ (COTPA) ના ચુસ્ત અમલીકરણ અંતર્ગત ગત વર્ષ દરમિયાન કાયદાનો ભંગ કરનારા કુલ ૪૯૧ વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરીને કુલ રૂ. ૮૪,૯૬૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જેમાં જાહેર સ્થળોએ ધૂમ્રપાન કરવા બદલ (કલમ-૪) ૨૫ વ્યક્તિઓ પાસેથી રૂ. ૬,૧૧૦/-, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરોને તમાકુ વેચવા કે ખરીદવા બદલ (કલમ-૬અ) ૨૭૩ વ્યક્તિઓ પાસેથી રૂ. ૩૬,૧૦૦/- તેમજ શૈક્ષણિક સંસ્થાઓની ૧૦૦ વારની ત્રિજ્યામાં તમાકુ ઉત્પાદનોનું વેચાણ કરવા બદલ (કલમ-૬બ) ૧૯૩ વ્યક્તિઓ પાસેથી રૂ. ૪૨,૭૫૦/- નો દંડ વસૂલાયો છે. તેમજ ભાવી પેઢીને વ્યસનમુક્ત રાખવાના પ્રયાસરૂપે જિલ્લાની ૧૦૬૩ શાળાઓને અત્યાર સુધીમાં ‘તમાકુ મુક્ત શાળા’ જાહેર કરવામાં આવી છે, અને આગામી વર્ષમાં વધુ ૫૦૦ શાળાઓને આ યાદીમાં જોડવાનું સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.