Close

તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)ખાતે પ્રવેશસત્ર-૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ

Publish Date : 26/05/2026

ઇચ્છુક વિદ્યાર્થીઓ તારીખ ૨૩ જૂન સુધીમાં પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે

આણંદ, સોમવાર , તારાપુરની ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ), તારાપુર દ્વારા વર્ષ-૨૦૨૬ માટે વિવિધ ટેકનિકલ ટ્રેડમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું સંસ્થાના સંચાલક મંડળ દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.     

ટેકનિકલ શિક્ષણ દ્વારા યુવાનોને રોજગારલક્ષી તાલીમ પૂરી પાડવાના હેતુસર સંસ્થા દ્વારા અનેક વ્યવસાયલક્ષી કોર્સ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. જેમાં એક વર્ષના ટ્રેડ તરીકે કોપા (COPA), મિકેનિક ડીઝલ, સુઇંગ ટેક્નોલૉજી (સીવણ), વેલ્ડર તેમજ પ્લમ્બિંગ આસિસ્ટન્ટ જનરલ જેવા અભ્યાસક્રમોમાં પ્રવેશ આપવામાં આવશે. ઉપરાંત બે વર્ષના ટ્રેડ તરીકે ઈલેક્ટ્રિશિયન અને ફીટર ટ્રેડ માટે પણ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

પ્રવેશ માટેની પ્રક્રિયા તા. આગામી તા.૨૩/૦૬/૨૦૨૬ સુધી ચાલુ રહેશે. તેમજ વધુ માહિતી તથા પ્રવેશ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓએ તારાપુર-બગોદરા હાઇવે પર ગિરનાર હોટેલ પાછળ મુ.પો. ઇસરવાડા ખાતે આવેલ આઈ.ટી.આઈ તારાપુરનો સંપર્ક કરવા યાદીમાં વધુમાં જણાવાયું છે.