Close

આણંદના નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી

Publish Date : 25/05/2026

આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિતના આ મહાઅભિયાનમાં જોડાઈને ઓનલાઈન નોંધણી કરાવવા કરી અપીલ

આણંદ, શુક્રવાર, ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ રાષ્ટ્ર નિર્માણની અત્યંત મહત્વપૂર્ણ પ્રક્રિયા એવી વસ્તી ગણતરી-૨૦૨૭ (Census 2027) અંતર્ગત ગુજરાત રાજ્યમાં સ્વ-ગણતરી (Self Enumeration) પ્રક્રિયાનો પ્રારંભ થયો છે.

જે અંતર્ગત આણંદ જિલ્લાના  નિવાસી અધિક કલેક્ટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જઈને પોતાની વિગતો દાખલ કરીને સ્વ-ગણતરીની પ્રક્રિયા ઉત્સાહભેર પૂર્ણ કરી છે.

નિવાસી અધિક કલેકટર શ્રીએ આણંદ જિલ્લાના નાગરિકોને રાષ્ટ્રહિતના આ કાર્યમાં સક્રિય ભાગીદાર બનવા અને પોતાની સ્વ-ગણતરી પૂર્ણ કરવા ખાસ અનુરોધ કર્યો છે.

શ્રી દેસાઈએ જણાવ્યું છે કે વસ્તી ગણતરીના પહેલા તબક્કામાં હાઉસ લિસ્ટીંગ ઓપરેશન શરૂ થઈ રહ્યા છે. જેમાં નાગરિકો લોકો પોતાના સેલ્ફ એલ્યુમેરેશન se.census.gov.in ઉપર કરાવી શકશો.

વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત થતા ચોક્કસ ડેટાનો ઉપયોગ ભવિષ્યની પ્રજાલક્ષી યોજનાઓના સુદ્રઢ આયોજન, માળખાકીય વિકાસ અને લોકકલ્યાણના કાર્યોને વધુ અસરકારક બનાવવા માટે કરવામાં આવે છે.

વસ્તી ગણતરી આપણા દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે, જેમાં આણંદ જિલ્લાના તમામ નાગરિકોને સહભાગી થવા અને તા. 31મી મે સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ કરવા શ્રી દેસાઈએ અનુરોધ કર્યો છે.

આણંદના નિવાસી અધિક કલેકટરશ્રી ઋતુરાજ દેસાઈ એ વસ્તી ગણતરીની ‘સ્વ-ગણતરી’ (Self Enumeration) પ્રક્રિયા પૂર્ણ કરી