Close

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે ડોક્ટર અભિષેક પ્રજાપતિની સેવા મળશે

Publish Date : 21/05/2026

આણંદ, બુધવાર, આણંદ જનરલ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર અમર પંડ્યા દ્વારા જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક ની સારવાર માટે આવતા દર્દીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે આણંદ જનરલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

 પેટલાદ સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અભિષેક પ્રજાપતિ હવેથી આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિક સર્જન તરીકે અઠવાડિયામાં ત્રણ દિવસ માટે બુધવાર, ગુરૂવાર અને શનિવારે સેવાઓ આપશે, જેમાં બુધવાર અને શનિવારે ઓપીડી માં હાજર રહેશે અને દર ગુરુવારે ઓપરેશન કરશે.

આણંદ જનરલ હોસ્પિટલ ખાતે ઓર્થોપેડિકની સારવાર માટે આવતા દર્દીઓને  વિનામૂલ્યે સેવા મળશે, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.