Close

મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના ચેરપર્સન શ્રીમતી મિયાની શિરાએ લીધી આણંદની અમૂલ ડેરીની મુલાકાત

Publish Date : 21/05/2026

આણંદ, બુધવાર , મેઘાલય વિધાનસભાની પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (PAC) ના ચેરપર્સન શ્રીમતી મિયાની ડી. શિરા અને ૧૩ અધિકારીઓના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે તાજેતરમાં આણંદ સ્થિત અમૂલ ડેરી અને ચોકલેટ પ્લાન્ટની મુલાકાત લીધી હતી. અમૂલ ડેરી ખાતે આવી પહોંચેલા આ પ્રતિનિધિમંડળ ભાવભર્યું સ્વાગત કરી અમૂલ ડેરીના સીએફઓ (CFO) શ્રી મનિષ ઓઝા અને હેડ પીઆરઓ (PRO) ડૉ. પ્રીતિ શુક્લાએ પ્રતિનિધિમંડળને અમૂલની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન યાત્રાથી વિગતવાર માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે, ડિજિટલાઈઝેશનના કારણે સહકારી માળખામાં વધુ પારદર્શિતા, કાર્યક્ષમતા અને ટકાઉપણું આવ્યું છે, જે લાંબા ગાળાના વિકાસ માટે મજબૂત પાયો પૂરો પાડે છે.

આ મુલાકાત દરમિયાન ડેરી ક્ષેત્રે થયેલા નવા સંશોધનો અંગે પણ ચર્ચા થઈ હતી. સમિતિના સભ્યોએ અમૂલની પ્રોટીનથી ભરપૂર ડેરી પ્રોડક્ટ્સની નવી શ્રેણીને વખાણી હતી. આ ઉપરાંત, સર્ક્યુલર ઇકોનોમી મોડલ હેઠળ વિકસાવવામાં આવેલી ઓર્ગેનિક ખાતરની પહેલમાં પણ પ્રતિનિધિમંડળે વિશેષ રસ દાખવ્યો હતો. આ પ્રોજેક્ટ ટકાઉ પદ્ધતિઓ અને મૂલ્યવર્ધન દ્વારા દૂધ ઉત્પાદકોને આર્થિક રીતે સશક્ત બનાવે છે. સમિતિના સભ્યોએ અમૂલ દ્વારા ખેડૂતોને ચૂકવણી કરવાની પારદર્શક પદ્ધતિ અને પશુઓની જાત સુધારણા માટે ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓને પણ ઝીણવટપૂર્વક સમજી હતી.

આ તકે મેઘાલય રાજ્યમાં અમૂલના સહકારી મોડલની સંભવિત ભૂમિકા અંગે પણ ચર્ચા થઈ હતી. તેમજ આ મોડલ કેવી રીતે મેઘાલયના ડેરી ક્ષેત્રને મજબૂત કરી શકે અને ત્યાંના દૂધ ઉત્પાદકોના સામાજિક અને આર્થિક ઉત્થાનમાં મદદરૂપ બની શકે તે અંગે પણ વિસ્તૃત સંવાદ કરવામાં આવ્યો હતો. આ પ્રતિનિધિમંડળે અમૂલના અત્યાધુનિક ચોકલેટ પ્લાન્ટની પણ મુલાકાત લીધી હતી. ત્યાંના ફેક્ટરી મેનેજર સાથે ટેકનોલોજી અંગે ચર્ચા કરીને તેમણે પ્લાન્ટની વૈશ્વિક કક્ષાની ઉત્પાદન ક્ષમતા અને અમૂલ ચોકલેટના ઉત્કૃષ્ટ સ્વાદની પ્રશંસા કરી હતી