આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય વિષયક સુવિધાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાશે
Publish Date : 15/05/2026
આણંદ, ગુરૂવાર , ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આરોગ્ય સેવાઓના સુદ્રઢીકરણ અર્થે આગામી તારીખ ૧૬/૦૫/૨૦૨૬ના રોજ સવારે ૦૯-૦૦ કલાકે પેટલાદની એસ.એસ. હોસ્પિટલ ખાતે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે.
આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી અને પેટલાદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પટેલના વરદ્ હસ્તે એસ.એસ. હોસ્પિટલમાં કાર્યરત થનાર ૪૨ બેડના આધુનિક પીડિયાટ્રિક આઈ.સી.યુ. (ICU) અને આઈ.પી.એચ.એલ. (IPHL)નું લોકાર્પણ કરવામાં આવશે. આ સાથે જ નાગરિકોને વધુ ઉત્તમ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે હેતુથી ૧૦૦ બેડની અધતન હોસ્પિટલનું ખાતમુહૂર્ત પણ મંત્રીશ્રી દ્વારા કરવામાં આવશે.
આ પ્રસંગે આણંદના લોકસભા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને સોજિત્રાના ધારાસભ્ય શ્રી વિપુલભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે.