બોરસદ ચોકડી ખાતે કાર્યરત પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી
Publish Date : 14/05/2026
જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતીએ ખેડૂતો સાથે સંવાદ સાધ્યો
આગામી મંગળવારથી પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર સાંજના ૪-૦૦ કલાક થી ૭-૦૦ કલાક સુધી કાર્યરત રહેશે
પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર દ્વારા આણંદના નગરજનો મેળવી રહ્યા છે રાસાયણિક ખાતરથી મુક્ત ખેત પેદાશો
આણંદ, બુધવાર , આણંદ જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેત પેદાશો મળી રહે તે માટે આણંદ કૃષિ યુનિવર્સિટી તથા આત્મા, આણંદના સહયોગથી બોરસદ ચોકડી પાસેના એટીક ભવન ખાતે પ્રાકૃતિક ખેત પેદાશોનું વેંચાણ કેન્દ્ર કાર્યરત છે. આ કેન્દ્ર ઉપર દર મંગળવારે બપોરે નિયત સમય દરમિયાન આણંદ જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતો દ્વારા ગ્રાહકોને પ્રાકૃતિક કૃષિ આધારિત ખેત ઉત્પાદનોનું સીધું વેચાણ કરવામાં આવે છે. આ પ્રાકૃતિક વેચાણ કેન્દ્રની આણંદ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. તેઓએ પોતાની જરૂરિયાત મુજબના શાકભાજીની ખરીદી કરીને ખેડૂત પાસે ઉપલબ્ધ ક્યૂ-આર કોડ સ્કેન કરી યુપીઆઈ મારફતે ડિજિટલ પેમેન્ટ કરી ખરીદેલ ઉત્પાદનોનું ખેડૂતોને ચૂકવણું કર્યું હતું. આ તકે જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીએ કેન્દ્રમાં પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ અર્થે ઉપસ્થિત બળવંતસિંહ ચૌહાણ, મહેશભાઈ પટેલ અને ચંદ્રકાંત પટેલ સહિતના પ્રગતિશીલ ખેડૂતો સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે ખેડૂતોને તેમની ખેત પેદાશોના ઉત્પાદન ખર્ચ, પાકને પ્રાકૃતિક રીતે પકવવાની પ્રક્રિયા તેમજ તેઓ દ્વારા તૈયાર કરવામાં આવતી વિવિધ પ્રોડક્ટ્સ, પાવડર બનાવવાની પદ્ધતિ તથા તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી.ઉલ્લેખનીય છે કે દર મંગળવારે ભરાતા આ વેચાણ કેન્દ્રમાં આણંદ જિલ્લાના ૨૦થી વધુ ખેડૂતો પોતે જ જાતે ઉત્પાદિત કરેલા શાકભાજી, કઠોળ અને ફળો સીધા જ વેચાણ અર્થે લાવે છે. જેમાં પ્રાકૃતિક પોઝિટિવ મીલેટ્સ એટલે કે કોદરી, મોરૈયો, સામો ઉપરાંત ઘઉં, બાજરી, કૃષ્ણ કમોદ ચોખા, કણકી, લોટ અને પાપડી તથા સરગવાનો પાવડર, મીઠા લીમડાનો પાવડર, ટોમેટો કેચઅપ, મરચું પાવડર, દેશી ગાયનું ઘી, લીલી ડુંગળી, ધાણા, ફુદીનો, રીંગણ, મરચી દૂધી, પપૈયા, તુવેર, પાપડી, ટીંડોળા, મરચા, સરગવો, ભીંડી, મરચાં, પાલક ગુંદા, ચોળી અને સરગવા જેવા તાજા શાકભાજીની સહિતની અનેક મૂલ્યવર્ધિત પ્રાકૃતિક પેદાશોનું નાગરિકોને સીધું જ વેચાણ કરવામાં આવે છે.પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રમાં ગ્રાહકો અને ખેડૂતો વચ્ચે વચેટિયાઓ ન હોવાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે છે અને સામે પક્ષે ગ્રાહકોને પેસ્ટિસાઇડ્સ તથા રાસાયણિક ખાતરથી મુક્ત સ્વાસ્થ્યવર્ધક આહાર ઉપલબ્ધ થાય છે. ખેડૂતો આ વેચાણ કેન્દ્રમાં રોકડ અને ઓનલાઈન (UPI) એમ બંને માધ્યમથી પોતાની ઉત્પાદિત વસ્તુઓની કિંમત મેળવે છે. જે કેન્દ્ર સરકારના ડિજિટલ ઇન્ડિયા અભિયાનને સાર્થક કરવામાં આણંદના ખેડૂતોની સહભાગીતા દર્શાવે છે.વધુમાં ઉનાળા દરમિયાન પડતી સખત ગરમીના કારણે નગરજનોને પડતી મુશ્કેલીને ધ્યાને લેતા આ વેચાણ કેન્દ્રના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જે મુજબ આગામી મંગળવારથી આ વેચાણ કેન્દ્ર હવે સાંજે ૪-૦૦ વાગ્યાથી સાંજે ૭-૦૦ વાગ્યા સુધી ખુલ્લું રહેશે તેમજ અહીંથી પ્રાકૃતિક સામગ્રી ખરીદતા ગ્રાહકોને ખેત પેદાશો અંગેની સાચી અને સચોટ માહિતી મળતી રહે તે માટે એક ખાસ વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે. આ ગ્રુપના માધ્યમથી ખરીદી કરતા ગ્રાહકોનો પ્રતિભાવ (ફીડબેક) જાણીને ભવિષ્યના સુધારા માટે તેની ખાસ નોંધ પણ કરવામાં આવે છે.