૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬
Publish Date : 24/04/2026
ઉમરેઠ પેટા ચૂંટણીમાં ૩૧૨ આંગણવાડી કાર્યકરોએ ‘ચૂંટણી સેવક’ બની લોકશાહીના પર્વને દીપાવ્યું
આંગણવાડી બહેનોએ મતદાન મથકો પર વૃદ્ધ, દિવ્યાંગ મતદારો માટે ટેકો બનીને સહાયકની ભૂમિકા ભજવી
આણંદ, ગુરૂવાર ,૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત આજે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે. આ લોકશાહીના પર્વમાં વહીવટી તંત્રની સાથે અંદાજિત ૩૧૨ જેટલી આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર સહાયકો દ્વારા સ્વયંસેવક તરીકે જોડાઈને પ્રશંસનીય કામગીરી કરવામા આવી છે. આ આંગણવાડીની બહેનોએ વિવિધ મતદાન મથકો પર ખડેપગે રહીને મતદારોને સુવિધા આપી છે.
ચૂંટણી પંચના નિયમોનુસાર મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાની મનાઈ હોય છે, ત્યારે મતદારોની સગવડ માટે આ વખતે પહેલી વાર આંગણવાડીનબહેનો દ્વારા ‘મોબાઈલ બેગ’ માં મોબાઈલ સાચવવાનીની વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી છે. જે મતદારો પોતાની સાથે મોબાઈલ લાવ્યા હોય, તેઓ મતદાન કરીને પરત ફરે ત્યાં સુધી સુરક્ષિત રીતે મોબાઈલ જમા રાખવાની વ્યવસ્થા સંભાળીને આ બહેનોએ મતદારોની ચિંતા દૂર કરી હતી.
આંગણવાડી કાર્યકરોએ માનવીય અભિગમ સાથે વૃદ્ધ અને અશક્ત મતદારોને મતદાન મથક સુધી લાવવા-લઈ જવામાં મદદ કરી છે. દિવ્યાંગ મતદારોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેઓને જરૂરી સહાય પૂરી પાડીને મતદાન પ્રક્રિયા સુગમ બનાવી જેથી વિશેષ કરીને વરિષ્ઠ નાગરિકોમાં સંતોષની લાગણી જોવા મળી છે.
આમ, ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણીમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ ‘મતદાર સહાયક’ તરીકેની અગત્યની ભૂમિકા અદા કરી છે. તેમની આ નિઃસ્વાર્થ સેવા અને સક્રિય ભાગીદારીને કારણે મતદાન મથકો પર વ્યવસ્થા જળવાઈ રહી અને વહીવટી તંત્રની મતદાનની કામગીરી વધુ સરળ બનવા પામી છે.

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬

૧૧૧ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી:૨૦૨૬