111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી- 2026
Publish Date : 24/04/2026
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી સંદર્ભે આપી પ્રતિક્રિયા
આણંદ, ગુરૂવાર 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી નું મતદાન આજે સવારે 7-00 કલાકથી શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું કે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદારો મતદાન કરી રહ્યા છે. ઉમરેઠ વિધાનસભાના 306 મતદાન મથકો ખાતે થઈ રહેલું મતદાન ઉપર વેબકાસ્ટિંગ દ્વારા જનરલ ઓબ્ઝર્વર શ્રી માતા દિન મીણા અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરી ઓડ ખાતેના જિલ્લા કક્ષાના કંટ્રોલરૂમ ઉપર થી નજર રાખી રહ્યા છે.
આ તકે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના મતદારોને લોકશાહીના પર્વમાં જોડાઈને મતદાન કરવા અપીલ કરી છે.