111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
Publish Date : 24/04/2026
ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત હોય તો ઓડ ખાતેના કંટ્રોલરૂમ નંબર 02692-298071 ઉપર સંપર્ક કરવા અનુરોધ
આણંદ, મંગળવાર, 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ, ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજનાર છે.
આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણી લક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950 ઉપર અથવા 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692 298071 શરૂ કરવામાં આવ્યો છે, તેની ઉપર સંપર્ક કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.