Close

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Publish Date : 23/04/2026

જિલ્લા ચૂંટણી તંત્રની તમામ તૈયારીઓ પૂર્ણ, શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ પણે સજજ

આજે તારીખ 23 મી એપ્રિલ, ગુરૂવારના રોજ મતદાન યોજાશે

111 – ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે કુલ 06 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ

2.45 લાખ ઉપરાંત મતદારો ઉમરેઠ વિધાનસભામાં મતદાન કરશે

કુલ 306 મતદાન મથકો ઉપર મતદાન યોજાશે

સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી મતદાન યોજાશે

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના તમામ 306 મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

85 વર્ષ કરતા વધુ વય ધરાવતા અને દિવ્યાંગ મતદારોને મતદાન મથક સુધી લાવવા લઈ જવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા

ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત હોય તો ઓડ ખાતેના કંટ્રોલરૂમ નંબર 02692-298071 ઉપર સંપર્ક કરવા અનુરોધ

ચૂંટણી ફરજમાં રોકાયેલા અધિકારી/કર્મચારીઓને આરોગ્યલક્ષી સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ, આણંદ અને શ્રી ક્રિષ્ના હોસ્પિટલ- કરમસદ ખાતે  કેસલેસ સુવિધા ઉપલબ્ધ

મતદાનના દિવસે હીટવેવની અસરને  ધ્યાને લઈ તમામ 306 મતદાન મથકો ખાતે ઓઆરએસના પેકેટ મૂકવામાં આવશે

દરેક મતદાન મથક ખાતે ફર્સ્ટ એઈડ કીટ અને ઇમરજન્સીમાં 108 એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ

મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે

1500 ઉપરાંત કર્મચારીઓ, 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે

આણંદ, બુધવાર: ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 ની જાહેરાત કરવામાં આવી તે મુજબ હવે આજે તારીખ 23 એપ્રિલને ગુરુવારના રોજ મતદાન યોજાશે અને મતગણતરી બીજેવીએમ કોલેજ, વલ્લભ વિદ્યાનગર ખાતે આગામી તારીખ 04 મે ના રોજ કરવામાં આવશે.111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ અને આણંદ 02 તાલુકાના કુલ 46 ગ્રામ પંચાયત અને 03 નગરપાલિકા નો સમાવેશ થાય છે.જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે 19 જેટલા નોડલ અધિકારીઓને ચૂંટણીલક્ષી વિવિધ ફરજો સોંપવામાં આવી છે. 111 ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, જે 213 બિલ્ડીંગ ખાતે કાર્યરત છે. આ ચૂંટણીમાં 1,26,545 પુરુષ અને 1,19,072 મહિલા મતદારો તથા 06 અન્ય મતદારો મળીને કુલ 2,45,623 મતદારોનો સમાવેશ થાય છે.

ઉમરેઠ વિધાનસભામાં નક્કી કરવામાં આવેલ 306 મતદાન મથકો પૈકી 68 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 238 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ મતદાન મથકોમાં કુલ 213 બિલ્ડીંગ ખાતે 306 મતદાન મથકો નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં 01 મતદાન મથક હોય તેવા બિલ્ડિંગ 137, 02 મતદાન મથક હોય તેવા બિલ્ડીંગ 59 અને 03 મતદાન મથક હોય તેવા બિલ્ડીંગ 17 મળીને કુલ 213 બિલ્ડીંગ ખાતે 306 મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે. આ 306 મતદાન મથકો ખાતે મતદાન યોજાશે. મતદાન મથક ની વાત કરીએ તો 03 મતદાન મથકો ખાતે 300 કરતા ઓછા મતદારો, 302 મતદાન મથકો ખાતે 1100 જેટલા મતદારો અને 01 મતદાન મથક ખાતે 1,200 જેટલા મતદારો નોંધાયા છે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી દ્વારા આ ચૂંટણીમાં 02 સખી મતદાન મથકો એટલે કે મહિલાઓ દ્વારા સંચાલિત મતદાન મથકો, 02 દિવ્યાંગ દ્વારા સંચાલિત મતદાન મથક, 02 યુવા અધિકારી/ કર્મચારીઓ દ્વારા સંચાલિત મતદાન મથક અને 05 આદર્શ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે.

111 – ઉમરેઠ વિધાનસભા માટે 29 જેટલા રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં 29 ઝોનલ ઓફિસર અને  29 મદદનીશ ઝોનલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ચૂંટણીની આચાર સહિતા ભંગ થતો હોય તેની ફરિયાદો 1950 ટોલ ફ્રી નંબર અને હેલ્પલાઇન નંબર 1800 425 2560 ઉપર તથા cvgil એપ્લિકેશન ઉપર પણ ફરિયાદ કરી શકાય છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી દ્વારા ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ખર્ચ સંબંધી મોનિટરિંગ માટે 01 મદદનીશ ખર્ચ નિરીક્ષક, 03 એફ એસ ટી ની ટીમ, 03 એસએસટીની ટીમ, 03 વીએસટીની ટીમ, 01 વી.વી.ટી. ટીમ અને 01 એકાઉન્ટિંગ ટીમ ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારના લાલપુરા ચેકપોસ્ટ, ભાલેજના પણસોરા ચેક પોસ્ટ અને આણંદ ગ્રામ્યના ચિખોદરા ચોકડી ખાતેથી પસાર થતા વાહનોની અવરજવર ઉપર બારીકાઇ થી નજર રાખી રહી છે.અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા 2019 ની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભામાં 65.27 ટકા, વિધાનસભા 2022 માં 68.44% અને લોકસભા 2024 ની ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભામાં 63.14% મતદાન નોંધાયું હતું.આ ચૂંટણીમાં કોઈપણ મતદાર મતદાન થી વંચિત ના રહી જાય અને ખાસ કરીને 85 વર્ષ કરતા વધુ વય ધરાવતા સુપર સિનિયર સિટીઝન મતદાર અને દિવ્યાંગ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે 38 જેટલા ગામો ખાતે જ્યાં 85 વર્ષ કરતા વધુ ઉંમરના મતદારો રહે છે અને દિવ્યાંગ મતદારો રહે છે તેવા મતદારોને મતદાન મથક સુધી જવા અને આવવા માટે 06 જેટલા વાહનોના માધ્યમથી મતદારને મતદાન મથક સુધી લઈ જવામાં આવશે અને પરત તેમના ઘરે લાવવામાં આવશે. આ વાહનો દરેક ગામ ખાતે ગ્રામ પંચાયત ખાતે ઉપસ્થિત રહેશે.

આ ચૂંટણીમાં કોઈપણ વ્યક્તિને ચૂંટણીલક્ષી ફરિયાદ કે રજૂઆત કરવી હોય તો જિલ્લા કક્ષાએ ટોલ ફ્રી નંબર 1950 ઉપર અથવા ઓડ ખાતે કંટ્રોલરૂમ નંબર 02692 298071  ઉપર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ચુંટણીના અનુસંધાને ચુંટણી ફરજ પર રોકાયેલ તમામ મુલકી સ્ટાફ / પોલીસ કર્મચારી – અધિકારીશ્રી / કેન્દ્રીય – અન્ય રાજ્યના સુરક્ષા દળો તથા ચુંટણી ફરજ પરના ખાનગી સ્ટાફને કેસલેસ તબીબી સારવાર મળી રહેશે.

મતદાનના દિવસે તમામ 306 મતદાન મથકો ખાતે ઓઆરએસ ના પેકેટ અને ફર્સ્ટ એઈડ કીટ ઉપલબ્ધ રહેશે અને ઇમરજન્સીમાં 108 ની સેવા રહેશે.ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં 110 લાયસન્સ વાળા હથિયાર જમા લેવામાં આવ્યા છે.મતદારો મતદાનના દિવસે ચૂંટણી કાર્ડ સિવાયના ભારતના ચૂંટણી પંચ દ્વારા માન્ય 12 દસ્તાવેજો પૈકી કોઈ પણ 01 દસ્તાવેજ રજૂ કરી મતદાન કરી શકશે.આ ચૂંટણીમાં 1500 ઉપરાંત કર્મચારીઓ, 02 ડીવાયએસપી, 04 પોલીસ ઇન્સ્પેક્ટર, 500 જેટલા પોલીસ અને હોમગાર્ડના જવાનો ઉપરાંત સીઆરપીએફની 03 કંપની મતદાન મથકો ખાતે ફરજ બજાવશે.

આણંદ જિલ્લામાં 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીને જીવંત રાખવામાં પોતાનું યોગદાન આપે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા ઉમરેઠ વિધાનસભાના મતદારોને ખાસ અપીલ કરવામાં આવી છે.