Close

111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

Publish Date : 16/04/2026

તારીખ 23મી એપ્રિલના રોજ મતદાન યોજાશે

2,45,623 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે

18 થી 19 વર્ષના 4,174 મતદારો પ્રથમ વખત મતદાન કરશે

85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1644 મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે

આણંદ, બુધવાર, 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ આગામી 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારે 7-00 કલાકથી સાંજના 18-00 કલાક સુધી યોજાશે. જ્યારે મત ગણતરી તારીખ 04 મે ના સોમવારના રોજ યોજાશે. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમરેઠ તાલુકો અને આણંદ ગ્રામ્ય વિસ્તારના મળીને કુલ 46 ગામોનો સમાવેશ થાય છે અને 03 નગરપાલિકાઓ ઓડ, ઉમરેઠ અને બોરીયાવીનો પણ સમાવેશ થાય છે.આ ચૂંટણીમાં 18 થી 19 વર્ષની વય ધરાવતા 4174 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. 85 વર્ષ કરતા વધુ વયના સુપર સિનિયર સિટીઝન 1644 મતદારો પણ પોતાના  મતાધિકારનો પ્રયોગ કરશે આ ઉપરાંત 1559 જેટલા દિવ્યાંગ મતદારો પણ મતદાન કરશે. આમ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 1,26,545 પુરુષ મતદારો,  1,19,072 મહિલા મતદારો અને અન્ય 06 મતદારો મળીને કુલ 2,45,623 મતદારો નોંધાયા છે, જે ચૂંટણીમાં મતદાન કરી શકશે.અત્રે ઉલ્લેખનીય છે કે ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં 306 મતદાન મથકો નક્કી કરવામાં આવ્યા છે, તે પૈકી 68 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 238 મતદાન મથકો ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ મતદાન મથકો પૈકી દિવ્યાંગો દ્વારા સંચાલિત 01 મતદાન મથક, યુવાઓ દ્વારા સંચાલિત 02 મતદાન મથક, મહિલાઓ દ્વારા સંચાલિત 02 મતદાન મથક અને 05 મતદાન મથક આદર્શ મતદાન મથક તૈયાર કરવામાં આવશે.