Close

111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 16/04/2026

ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાંથી લાઇસન્સ વાળા 110 હથિયારો જમા લેવામાં આવ્યા

આણંદ, બુધવાર 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026 અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ તા.23મી એપ્રિલના રોજ મતદાન થનાર છે.

ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં 117 જેટલા લાયસન્સ વાળા હથિયાર ના પરવાના આપવામાં આવ્યા છે.  પેટા ચૂંટણી પહેલા આ હથિયારો જમા કરાવવા માટે પરવાનેદાર હથિયાર ધારકોને જાણ કરવામાં આવી હતી. આ 117 હથિયારો પૈકી આજ દિન સુધીમાં 110 લાઇસન્સ વાળા હથિયાર ધારકો દ્વારા જમા કરાવવામાં આવ્યા છે અને બાકી રહેલ 07 હથિયારો પૈકી 01 હથિયાર કેન્સલ કરીને ડિપોઝિટ કરવામાં આવ્યું છે જ્યારે 06 હથિયારોને એક્ઝામ્સન આપવામાં આવ્યું છે. આમ પરવાના વાળા હથિયારો 100 ટકા જમા લેવામાં આવ્યા છે.

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને નિયમો અનુસાર પરવાના આપવામાં આવ્યા છે તેવા હથિયારો જમા લેવામાં આવ્યા છે અને ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.