Close

ઉમરેઠ વિધાનસભા પેટાચૂંટણી-૨૦૨૬

Publish Date : 13/04/2026

૧૧૧-ઉમરેઠ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશો જાહેર

ઉશ્કેરણીજનક ભાષણો અને કૃત્યો પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું પ્રસિદ્ધ

આણંદ, શુક્રવાર, આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી-૨૦૨૬ દરમ્યાન આણંદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તથા જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં સંવેદનશીલ અને અતિસંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અવળા પ્રત્યાઘાત ન પડે તે માટે આણંદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈ એ તેમને મળેલ સત્તાની રૂઈએ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા. ૧૩/૦૪/૨૦૨૬ સુધી કેટલાક કૃત્યો કરવાની મનાઈ ફરમાવી છે.

આ જાહેરનામામાં છટાદાર ભાષણ આપવાની, ચાળા પાડવાથી અથવા નકલ કરવાથી તથા ચિત્રો, નિશાનીઓ, જાહેર ખબરો અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુ તૈયાર કરવાથી, દેખાડવાથી અથવા તેનો ફેલાવો કર્યાથી અથવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી ધ્વારા અધિકૃત કરાયેલ અધિકારી તથા સંબંધિત મતદાર વિભાગના નિવાર્ચન અધિકારી અથવા તેના ધ્વારા અધિકૃત કરાયેલ અધિકારીના અભિપ્રાય પ્રમાણે સુરૂચિ અથવા નીતિનો ભંગ થતો હોય અથવા રાજ્યની સલામતી જોખમાતી હોય અથવા જેને પરીણામે રાજ્ય ઉથલી પડવાનો સંભવ હોય તેવા છટાદાર ભાષણ આપવાની, તે ચાળા કરવાની અને તે ચિત્રો, તે નિશાનીઓ વગેરે તૈયાર કરવાની, દેખાડવાની અથવા ફેલાવો કરવાના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ આણંદ જિલ્લામાં ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તાર માટે લાગુ રહેશે અને આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.