સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-૨૦૨૬
Publish Date : 10/04/2026
બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે વધુ 29 ઉમેદવારી પત્રો ભરાયા
પેટલાદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો રજૂ કરાયા
આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણી માટે 02 ફોર્મ, તારાપુર તાલુકા પંચાયતમાં 03 ફોર્મ, ઉમરેઠ તાલુકા પંચાયતમાં 02 ફોર્મ અને બોરસદ તાલુકા પંચાયતમાં 24 ફોર્મ ભરાયા
આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે 05 ઉમેદવારી પત્રો ભરાયા
કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 02 ઉમેદવારી પત્રો ભરાયા
જિલ્લામાં 26 એપ્રિલે મતદાન અને 28 એપ્રિલે મતગણતરી યોજાશે
1 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે
બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે કુલ 36 ઉમેદવારી પત્રો ભરાયા
આણંદ, ગુરુવાર , રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. જેના પગલે આણંદ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતાનો ચુસ્ત અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે. આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના નેતૃત્વ હેઠળ સમગ્ર વહીવટી તંત્ર ચૂંટણીલક્ષી તૈયારીઓમાં જોડાયું છે.
ઉમેદવારી પત્રો ભરવાના આજે ચોથા દિવસે બોરસદ નગરપાલિકાના 09 વોર્ડ ની 36 બેઠકોની સામાન્ય ચૂંટણી માટે આજે વધુ 29 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો રજૂ કર્યા છે. આમ, બોરસદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં કુલ 36 ઉમેદવારી પત્રો ભરાયા છે. આ ઉપરાંત પેટલાદ નગરપાલિકાની 09 વોર્ડ ની સામાન્ય ચૂંટણી માટે આજે 04 ઉમેદવારી પત્રો ભરાયા છે.
આંકલાવ તાલુકા પંચાયતની ચૂંટણી માટે 02 ફોર્મ, તારાપુર તાલુકા પંચાયતમાં 03 ફોર્મ, ઉમરેઠ તાલુકા પંચાયતમાં 02 ફોર્મ અને બોરસદ તાલુકા પંચાયતમાં 24 ફોર્મ ભરાયા છે.
આણંદ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે આજે 05 ઉમેદવારી પત્રો ભરાયા છે.
આજે કરમસદ આણંદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે 02 ઉમેદવારી પત્રો ભરાયા છે.
આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તા. 26 એપ્રિલે મતદાન અને તા. 28 એપ્રિલે મતગણતરી યોજાશે તથા તા.11 એપ્રિલ સુધી ઉમેદવારી પત્રો ભરી શકાશે, તેમ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેક્ટર આણંદ દ્વારા જણાવવામાં આવ્યું છે.