Close

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026

Publish Date : 09/04/2026

મતદાર જાગૃતિ અભિયાનનું કેલેન્ડર પ્રકાશિત કરાયું

ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં મતદાર જાગૃતિના વિવિધ કાર્યક્રમોનું આયોજન

તારીખ 19 મી એપ્રિલ સુધી દરરોજ મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે

આણંદ, બુધવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 મી એપ્રિલના રોજ યોજાનાર છે.

આણંદ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી ના માર્ગદર્શન હેઠળ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે અનેકવિધ રીતે મતદાર જાગૃતિ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એ તારીખ 8 મી એપ્રિલથી તારીખ 19 મી અપીલ સુધીનો દરરોજ યોજાનાર વિવિધ મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયેનું કેલેન્ડર લોન્ચ કર્યું હતું.

આ કાર્યક્રમના માધ્યમથી મતદારો મતદાન કરવા માટે પ્રેરાય તે હેતુસર સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન તારીખ 08મી એપ્રિલથી તારીખ 19 મી એપ્રિલ સુધી દરરોજ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ  મતદાર જાગૃતિ કાર્યક્રમ, મહેંદી અને રંગોળી હરીફાઈ, યુથ અવેરનેસ ડ્રાઈવ, વોલ પેન્ટિંગ અને કેમ્પેઇનિંગ, બાઈક રેલી, સિગ્નેચર કેમ્પેઇન, દિવ્યાંગ અને સિનિયર સિટીઝન મીટીંગ, વૃક્ષારોપણ ડ્રાઈવ, લેમ્પ લાઇટિંગ એક્ટિવિટી, મહિલા મતદારોમાં જાગૃતિ અભિયાન અને યુવાઓને મતદાન કરવા પ્રેરાય તે માટેના ખાસ અભિયાન 19મી એપ્રિલ સુધી દરરોજ યોજવામાં આવશે.

આમ, 111 ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના મતદારોને જાગૃત કરવા માટે અને મહત્તમ મતદાન થાય તે માટે વિવિધ રીતે મતદારોને જાગૃત કરવાના આશયથી જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

111-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી 2026