111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026
Publish Date : 06/04/2026
મતદાતા જાગૃતિ અભિયાન અંતર્ગત ઉમરેઠ તાલુકાની હાઇસ્કુલો ખાતે યોજાઇ રંગોળી સ્પર્ધા
આણંદ, શનિવાર , 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીનું મતદાન આગામી તારીખ 23 એપ્રિલ ના રોજ યોજાનાર છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ કાર્યક્રમ ના નોડલ ઓફિસર અને જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ મતદારોને જાગૃત કરવા માટે, મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે અને પોતાના મતાધિકારનો ઉપયોગ વધુમાં વધુ મતદારો કરે તે માટે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારની હાઈસ્કૂલ ખાતે રંગોળી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વીપ કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીના જણાવ્યા મુજબ આ ચૂંટણીમાં ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાં આવતા 46 ગામોના મતદારો મહત્તમ મતદાન કરે તે માટે મતદાતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે મતદારોને જાગૃત કરવાના કાર્યક્રમ અંતર્ગત આજે આગમ હાઈસ્કૂલ ઉમરેઠ ખાતે રંગોળી સ્પર્ધા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જે રંગોળીમાં “મેરા મત મેરા અધિકાર” “લોકશાહીનું પર્વ” “વોટ ફોર બેટર ઇન્ડિયા” “મેરા મત” “મત આપવો તમારો અધિકાર છે” “મેરા વોટ મેરા અધિકાર” “મત આપવા તૈયાર રહેજો” અને “મતદાન જરૂરથી કરજો” જેવા સ્લોગન દ્વારા રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
આ રંગોળી સ્પર્ધામાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો અને મતદારો મતદાન કરવા પ્રેરાય તે માટે જાગૃત કરવાનો અનોખો કાર્યક્રમ યોજ્યો હતો.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026