Close

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

Publish Date : 02/04/2026

દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે “લોકશાહીના પર્વમાં સહભાગી બનીએ” સૂત્ર હેઠળ વિશેષ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

શારિરીક મર્યાદાઓ ક્યારેય મતાધિકારના ઉપયોગમાં અવરોધ ન બનવી જોઈએ : જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવીણ ચૌધરી

આણંદ, બુધવાર , આણંદ જિલ્લામાં ૧૧૧ ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આગામી તા.૨૩/૦૪/૨૦૨૬ને ગુરુવારના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મહત્તમ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવિણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્વિપ એક્ટીવિટી અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે પણસોરાની પી.એમ.શ્રી પ્રાથમિક શાળા ખાતે દિવ્યાંગ અને વયોવૃદ્ધ મતદારો માટે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રવિણ ચૌધરી દ્વારા ઉપસ્થિત સૌને “એક સશક્ત લોકશાહી માટે દરેક મત કિંમતી છે જેથી શારિરીક મર્યાદાઓ ક્યારેય મતાધિકારના ઉપયોગમાં અવરોધ ન બનવી જોઈએ તેમજ કોઈપણ જાતના લોભ-લાલચ વગર ૧૦૦% મતદાન કરવા અને કરાવવા પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતુ. તેમણે ચૂંટણી પંચ દ્વારા ‘ઘર બેઠા મતદાન’ એટલે કે હોમ વોટિંગ જેવી સુવિધા (જેમા ૮૫ વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો અને મતદાર યાદીમાં દિવ્યાંગ તરીકે માર્ક થયેલ ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો માટે) ઉપલબ્ધ છે અને તેના ફોર્મ-૧૨-ડી ભરવાની પ્રક્રિયા અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

તેમણે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગજનો અને વયોવૃદ્ધ મતદારોની સહભાગીતામા વધારો થાય અને તેઓ મતદાન કરવા પ્રેરાય તે માટે તેઓને ચૂંટણી દરમિયાન આપવામાં આવતી વિવિધ સુવિધાઓની જાણકારી આપી હતી. તેમજ મતદારો માટે મતદાન મથકો પર ઉપલબ્ધ વ્હીલચેર, રેમ્પ, સહાયકની સુવિધા, સાઈન લેંગ્વેજ ઈન્ટરપ્રીટર, બ્રેઈલ લિપિ ધરાવતા બેલેટ પેપર અને ટ્રાન્સપોર્ટેશન જેવી સુવિધાઓ વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

નોડલ અધિકારી (દિવ્યાંગ મતદાર) અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મંયક ત્રિવેદી દ્વારા સક્ષમ (Saksham) એપનું પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ અને દિવ્યાંગ મતદારો ઘરે બેઠા જ મોબાઈલ એપ્લીકેશન મારફતે ઘરે બેઠા વ્હીલચેર, પિક-અપ સુવિધા અને સહાયક માટેની નોંધણી કરાવી શકે તે માટે ‘સક્ષમ એપ’ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમજ આ તકે સાથે ઉપસ્થિત સૌ લોકોએ સિગ્નેચર કેમ્પેનમાં ભાગ લઈ મતદાન કરવા માટેના શપથ લીધા હતા.

આ કાર્યક્રમમાં નોડલ અધિકારી (સ્વિપ) અને જિલ્લા શિક્ષણાધિકારી કામિનીબેન ત્રિવેદી, પ્રોબેશન ઓફીસર ચૈતાલી પરમાર, શાળાના આચાર્યશ્રી, શિક્ષકગણ અને ૧૧૧-ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ તેમજ વયોવૃદ્ધ મતદારો ઉપસ્થિત રહ્યા હતા.

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૬

૧૧૧-ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી - ૨૦૨૬