ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૬
Publish Date : 01/04/2026
ત્રણથી વધુ વાહનોના બનેલા કાફલામાં કાર/વાહનમાં જવા ઉપર પ્રતિબંધ
આણંદ, સોમવાર ૧૧૧ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત તા.૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન થનાર છે. ભારતના ચુંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ વાહનોના ઉપયોગ સંબંધી આચારસંહિતા બહાર પાડવામાં આવી છે.
જે ધ્યાને લેતાં ત્રણથી વધુ વાહનો કાફલારૂપે જવા પર પ્રતિબંધ ફરમાવવા તેમજ મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ સત્તાની રૂઇએ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ નકકી થયેલ આચાર સંહિતાનો અમલ ચૂસ્ત પણે થાય તે ઉદ્દેશથી કોઇપણ રાજકીય પક્ષ કે ચૂંટણીના ઉમેદવારો, સીધી કે આડકતરી રીતે સંકળાયેલ અન્ય કોઇપણ વ્યકિત ઉપર ત્રણથી વધુ વાહનોના બનેલ કાફલામાં કાર/વાહનમાં જવા ઉપર પ્રતિબંધ ફરમાવેલ છે. આ વાહનોમાં પરિવહનના હેતુ માટે ઉપયોગ લઇ શકાય તેવું યંત્ર શકિતથી કે અન્ય રીતે ચાલતા કોઇપણ પ્રકારના વાહનોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ પ્રતિબંધ ૧૧૧- ઉમરેઠ વિધાનસભા મતવિસ્તારમાં તા.૦૬/૦૫/૨૦૨૬ સુધી અમલમાં રહેશે. વધુમાં વડાપ્રધાન અને અન્ય રાજકીય નેતાઓ કે જેમને Z+ (ઝેડ પ્લાસ) સુરક્ષા આપવામાં આવી છે, તેઓ આ પ્રતિબંધના હુકમમાં અપવાદરૂપ છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.