111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026
Publish Date : 01/04/2026
ફ્લાઈંગ સ્ક્વોડની 03 ટીમ એક્શન મોડમાં
ઉમરેઠ જતા 03 મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ઉપર વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરાયા
24×7 વાહનોના ચેકિંગ કરવામાં આવી રહ્યા છે – ચૂંટણી અધિકારી જે. એસ. પટેલ
આણંદ, સોમવાર ભારતના ચૂંટણી પંચ દ્વારા 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી – 2026 ની જાહેરાત કરવામાં આવી છે, તે મુજબ મતદાન આગામી તારીખ 23મી એપ્રિલના રોજ યોજાનાર છે. ચૂંટણીની જાહેરાત થતા જ આદર્શ આચારસંહિતા અમલી બની છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ 111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે જિલ્લા પુરવઠા અધિકારીશ્રી જીજ્ઞા પટેલની નિમણૂક કરી છે. આ ઉપરાંત ઉમેદવારો દ્વારા કરવામાં આવતા ચૂંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા માટે તથા ચૂંટણીના આદર્શ આચાર સહિતાનું ઉલંઘન ન થાય તે માટે ચેકિંગ હાથ ધરવા ચૂંટણી પંચની ગાઇડલાઇન્સ મુજબ વિવિધ ટીમોની રચના કરવામાં આવી છે, જેમાં એફ એસ ટી ની 03 ટીમ, એસએસટીની 03 ટીમ, વીએસટી ની 03 ટીમ, વીવીટી ની 01 ની ટીમ અને એકાઉન્ટિંગની 01 ટીમ બનાવવામાં આવી છે.ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી જીજ્ઞા પટેલના માર્ગદર્શન હેઠળ ઉમરેઠ વિધાનસભા મત વિભાગમાં આવતા ત્રણ મુખ્ય એન્ટ્રી પોઇન્ટ ઉમરેઠ પાસે લાલપુરા ચેક પોસ્ટ, ભાલેજ પાસે પણસોરા ચેકપોસ્ટ અને આણંદ ગ્રામ્ય વિસ્તારમાં ચિખોદરા ચોકડી પાસે 03 ફ્લાઈંગ સ્ક્વોડની ટીમ દ્વારા આકસ્મિક વાહનોની ચકાસણી 24×7કરવામાં આવી રહી છે.111- ઉમરેઠ વિધાનસભા ચૂંટણીના ચૂંટણી અધિકારી શ્રી ના જણાવ્યા મુજબ ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા નિયમિત ઉમરેઠ ના મુખ્ય ત્રણ એન્ટ્રી પોઇન્ટ ઉપર 24×7 વાહનોના આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે અને ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026

111 – ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી -2026