કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો
Publish Date : 24/03/2026
આણંદ, સોમવાર કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સૂચના અને માર્ગદર્શન હેઠળ મનપા વિસ્તારમાં આવેલ મિલકત ધારકો બાકી વેરો ભરી શકે તે માટે માર્ચ મહિના દરમિયાન જાહેર રજા ના દિવસો ખાતે પણ મહાનગરપાલિકા વિસ્તારની તમામ કચેરીઓ ખાતે વેરા શાખા ખુલ્લી રાખવા માટે જણાવવામાં આવ્યું છે, અને આ રીતે જાહેર રજા ના દિવસોએ નગરજનોને બાકી વેરો જમા કરાવવા માટે સવલત આપવામાં આવી છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આણંદ અને બાકરોલ તથા વિદ્યાનગર, કરમસદ, મોગરી, લાંભવેલ, ગામડી અને જીટોડીયા ખાતે આવેલી મનપાની કચોરીઓ ખાતે નગરજનો દ્વારા અગાઉના વર્ષનો બાકી વેરો અને ચાલુ વર્ષનો બાકી વેરો જમા કરાવવામાં આવ્યો છે, જેમાં તારીખ 19મી માર્ચ ગુરુવાર જાહેર રજા ના દિવસે રૂપિયા 18.91 લાખ, તા. 21મી માર્ચ શનિવાર જાહેર રજા ના દિવસ ખાતે ₹8,78,414 અને તારીખ 22 મી માર્ચ રવિવાર જાહેર રજા ના દિવસે ₹4,14,713 મળીને છેલ્લી ત્રણ જાહેર રજા ના દિવસો દરમિયાન કુલ રૂપિયા 31,84,127 નો બાકી મિલકત વેરો નગરજનો દ્વારા જમા કરાવવામાં આવ્યો છે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને બાકી મિલકત વેરો તારીખ 31 માર્ચ 2026 પહેલા જમા કરાવવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે, અને મહાનગર પાલિકાની તમામ કચેરીઓ 31 માર્ચ સુધીમાં આવતી જાહેર રજાઓ તારીખ 26 માર્ચ, તારીખ 28 અને 29 માર્ચ અને તારીખ 31 માર્ચના રોજ ખુલ્લી રાખવામાં આવનાર છે, જે નગરજનોનો મિલકત વેરો ભરવાનો બાકી હોય તે જમા કરાવે તેમ પણ વધુમાં જણાવ્યું છે.

કરમસદ આણંદ મહાનગર પાલિકા ખાતે તા.19, 21 અને 22 માર્ચ જાહેર રજા ના દિવસોએ નગરજનોએ જમા કરાવ્યો રૂપિયા 31 લાખ ઉપરાંત નો મિલકત વેરો