Close

આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા ધોરણ 12 સામાન્ય પ્રવાહ નામાના મૂળતત્વો પેપરમાં 39 વિદ્યાર્થીઓ ગેરહાજર

Publish Date : 18/03/2026

આણંદ, સોમવાર આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ ધોરણ ૧૨ માં નોંધાયેલા કુલ ૬૧૧૨ વિદ્યાર્થીઓ પૈકી ૬૦૭૩ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં સામાન્ય પ્રવાહ નામાનાં મૂળતત્વો  વિષયમાં ૩૯ વિદ્યાર્થીઓ  ગેરહાજર રહ્યાં હતાં.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ તા. 18/03/2026 ના રોજ પૂર્ણ થશે.

વધુમાં આણંદ જિલ્લામાં આજ દિન સુધીમાં પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી દ્વારા જણાવવામાં આવ્યુ છે.