આણંદ જિલ્લામાં બોર્ડની પરીક્ષા
Publish Date : 17/03/2026
ધોરણ 10 માં 480 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 માં 15 વિદ્યાર્થીઓ ગેરહાજર
આણંદ, સોમવાર: આણંદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી ખાતેનાં કંટ્રોલ રૂમ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આજ રોજ સવારે ધોરણ 10 માં કુલ વિદ્યાર્થી 25203 જેમાંથી 24723 વિદ્યાર્થીઓએ હાજર રહીને પરીક્ષા આપી હતી જ્યારે 480 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
ધોરણ 12 માં નોંધાયેલા કુલ 8654 વિદ્યાર્થીઓ પૈકી 8555 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી, જેમાં સામાન્ય પ્રવાહમાં સંસ્કૃત વિષયમાં 84 ગેરહાજર જયારે વિજ્ઞાન પ્રવાહમાં જીવવિજ્ઞાન વિષયમાં 15 ગેરહાજર રહ્યાં હતાં.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવતી ધોરણ-10 અને ધોરણ-12 બોર્ડની પરીક્ષાઓ તા. 18/03/2026 ના રોજ પૂર્ણ થશે.
વધુમાં આણંદ જિલ્લામાં આજ દિન સુધીમાં પરીક્ષા દરમિયાન ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં કોઇ ગેરરીતી કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી.