Close

સર્વાઇકલ કેન્સર ફ્રી ઇન્ડિયા રસીકરણ અભિયાન અંતર્ગત આણંદ જિલ્લામાં ૧૪ વર્ષની કિશોરીઓ માટે HPV રસીકરણની કામગીરી પૂરજોશમાં

Publish Date : 16/03/2026

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ અભિયાન હેઠળ થયેલ કામગીરીની સમીક્ષા કરતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી

આણંદ  જિલ્લામાં અંદાજિત ૧૭૭૮૭ કિશોરીઓને રસી આપવાનો લક્ષ્યાંક

આણંદ, શુક્રવાર: ભારતમાં મહિલાઓમાં જોવા મળતા કેન્સરમાં સર્વાઇકલ કેન્સર એ બીજા ક્રમનું સૌથી ગંભીર કેન્સર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજસ્થાનના અજમેર ખાતેથી દેશની 14 વર્ષની કિશોરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપવા HPV (Human Papillomavirus) રસીકરણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી અને ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રસીકરણનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે.

આ અભિયાન અંતર્ગત સર્વાઈકલ કેન્સરની જીવલેણ બીમારીથી કિશોરીઓને સુરક્ષિત કરવા માટે આણંદ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા HPV રસીકરણ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.જે અનવ્યે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ વલ્લભ વિદ્યાનગર વિસ્તારમા આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ HPV રસીકરણ અભિયાન હેઠળ હાથ ધરાયેલ કામગીરીની સમીક્ષા કરી સબંધિત અધિકારીઓને માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. આ તકે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વલ્લભ વિદ્યાનગર ખાતે 14 વર્ષની દીકરીઓને એચપીવી રસી મુકવામાં આવી હતી.

આ તકે વાત કરતા જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રવ્યાપી એચપીવી રસીકરણ અભિયાન વિશે માહિતી આપતા જણાવ્યુ હતુ કે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષિત રાખવાનો છે. તેમણે ગર્ભાશયના મુખનું કેન્સર અટકાવી શકાય તેવું છે તેમ જણાવી એચ.પી.વી.રસી એ સુરક્ષિત અને અસરકારક રસી છે તેમ કહી કોઈપણ નકારાત્મક અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે જિલ્લામાં 14 વર્ષની દીકરાઓને રસી અપાવી ગર્ભાશયના મુખના કેન્સરથી સુરક્ષિત કરવા અને દીકરીઓને સુરક્ષિત ભવિષ્યની ભેટ આપવાના આ ગંભીર બીમારી સામેના રક્ષણાત્મક કાર્યમાં સક્રિયપણે જોડાવા વાલીઓ, શાળા સંચાલકો અને સમાજનાં આગેવાનોને સહકાર આપવા જણાવ્યુ હતુ.

જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના માર્ગદર્શન હેઠળ આણંદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર પિયુષ પટેલ દ્વારા આ અભિયાન હેઠળ જિલ્લાની ૧૪ વર્ષની વયની કિશોરીઓ (જેમનો ૧૪મો જન્મદિવસ પૂરો થયો હોય પરંતુ ૧૫મો બાકી હોય) ને આવરી લેવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા પ્રમાણિત આ ‘ગાર્ડાસિલ’ (Gardasil) રસી કીશોરીઓને નિઃશુલ્ક આપવામાં આવી રહી છે, જે HPV ના ગંભીર ૧૬ અને ૧૮ જેવા પ્રકારો સામે ૭૭% સુધી રક્ષણ આપે છે.        અભિયાન હેઠળ આણંદ જિલ્લાના આણંદ, બોરસદ, ખંભાત, પેટલાદ, આંકલાવ, ઉમરેઠ, સોજીત્રા અને તારપુર મળી 08 તાલુકાઓમાં કુલ ૧૭૭૮૭ કિશોરીઓને રસી આપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે. જેમા હાલ પ્રથમ તબક્કામાં ૫,૪૯૮ ડોઝની ફાળવણી સાથે કામગીરી પુરજોશમાં હાથ ધરાઇ છે. જેમાંથી ૧૧૩૬ એટલે કે લક્ષ્યાંકના ૫.૯૨ ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

આ રસીકરણ ઝુંબેશ PHC, CHC, SDH અને સિવિલ હોસ્પિટલ જેવા સરકારી આરોગ્ય કેન્દ્રો પર ઉપલબ્ધ છે. રસીના સુરક્ષિત સંગ્રહ માટે તમામ કેન્દ્રો પર Ice Lined Refrigerator (ILR) ની સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે.શાળાઓમાં અભ્યાસ કરતી કિશોરીઓ માટે RBSK ટીમ દ્વારા વાલી સંમેલન (PTM) યોજી, વાલીઓની લેખિત સંમતિ (Consent) મેળવીને જ રસીકરણ કરવામાં આવી રહ્યું છે. આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ નિષ્ણાત મેડિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી રહ્યુ છે અને તેની ઓનલાઈન એન્ટ્રી ‘ટેકો+’ (Techo+) પોર્ટલ પર કરવામાં આવશે તેમ જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જણાવાયુ છે.

આ તકે જિલ્લા કલેકટરશ્રી સાથે જિલ્લા ક્ષય અધિકારીશ્રી રાજેશ પટેલ, તાલુકા આરોગ્ય અધિકારીશ્રી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉ.શ્રુતી વાઘેલા, આરબીએસકે કાર્યક્રમના ડૉ. હાર્દિક ગઢવી સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ, કિશોરીઓ અને તેમના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.