Close

આણંદ ખાતે જિલ્લા કક્ષાની ‘બાલિકા પંચાયત’ પ્રશિક્ષણ તાલીમ યોજાઈ

Publish Date : 09/03/2026

આણંદ, શનિવાર: કમિશ્નરશ્રી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પ્રેરિત અને મહિલા તથા બાળ વિકાસ વિભાગ, ICDS વિભાગ તેમજ આરોગ્ય વિભાગ આણંદના સંયુક્ત ઉપક્રમે ‘બાલિકા પંચાયત’ તાલીમ મોડ્યુલ અંતર્ગત જિલ્લા પંચાયત કચેરીના મહિસાગર હોલ ખાતે પ્રશિક્ષકો માટેની ત્રિ-દિવસીય તાલીમ યોજાઈ હતી.       

તાલીમ દરમિયાન માસ્ટર ટ્રેનર્સ દ્વારા બાલિકા પંચાયતનું મહત્વ, જીવન કૌશલ્ય (Life Skills), બાળ અધિકારો, કિશોરાવસ્થામાં થતા શારીરિક ફેરફારો તેમજ જેન્ડર આધારિત ભેદભાવો દૂર કરવા જેવા સંવેદનશીલ વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સરકાર દ્વારા કિશોરીઓ માટે ચલાવવામાં આવતી વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.

નોંધનીય છે કે, ‘બાલિકા પંચાયત’ એ એક બિનરાજકીય અને અનોપચારિક મંચ છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય  સ્થાનિક કક્ષાએ નિર્ણય પ્રક્રિયામાં દીકરીઓની ભાગીદારી વધારી લૈંગિક સમાનતાને પ્રોત્સાહન આપી સમાજની માનસિકતામાં હકારાત્મક પરિવર્તન લાવવાનો છે.

આ તાલીમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલ, ફિલ્ડ ઓફિસરશ્રી, DHEW નો સ્ટાફ, ICDS વિભાગની મુખ્ય સેવિકાઓ, પૂર્ણા કન્સલ્ટન્ટ તેમજ આરોગ્ય વિભાગના ફિમેલ હેલ્થ વર્કર્સ અને કચેરીનો સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતા તેમજ જિલ્લાના વિવિધ વિભાગોમાંથી કુલ ૧૦૪ તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો.