Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા લાંભવેલ રોડ ખાતેના ગેરકાયદેસર દબાણ દૂર કરાયા

Publish Date : 25/02/2026

જોગણી માતાના મંદિર પાસેથી ગેરકાયદેસર દબાણો દૂર કરીને 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરાઈ

આણંદ, મંગળવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી ની સુચના મુજબ મહાનગરપાલિકાના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગને કહ્યું છે.

કરમસદ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આજે લાંભવેલ રોડ ઉપર જોગણી માતાના મંદિર પાસે આવેલા લારી ગલ્લાઓ લોખંડની કેબીન અને અન્ય તાડપત્રી વાળા દબાણો દૂર કરવામાં આવ્યા છે, આ દબાણો દૂર કરવાથી 50 ગુંઠા જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે.

મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના ઇન્સ્પેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે કે મનપા વિસ્તારમાં જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તેમ ગેરકાયદેસર રીતે લારી ગલ્લા ઉભા ન રાખવા અન્યથા આવા દબાણો દૂર કરવામાં આવશે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.