Close

કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા આણંદની સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલને BU પરમિશન ન હોવાથી કરાયો રૂપિયા 01 લાખનો દંડ

Publish Date : 19/02/2026

હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ રજૂ કરવા નોટીસ આપવામાં આવી

આણંદ, બુધવાર: કરમસદ આણંદ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા આકસ્મિક આણંદ શહેરના અહિંસા ચોક પાસે આવેલ સુવિધા નર્સિંગ હોમ અને મહાવીર માર્ગ ઉપર આવેલ સંજીવની હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

 કરમસદ આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદાર પાસેથી હોસ્પિટલની બાંધકામ મંજૂરી, મંજૂર થયેલ પ્લાન, BU પરમિશન અને ફાયર એનઓસી અંગે ચકાસણી કરતા આ બંને હોસ્પિટલના માલિક/કબજેદારો પાસે સક્ષમ ઓથોરિટી પાસેથી મેળવેલ પરમિશન ન હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ  સુવિધા નર્સિંગ હોમ અને સંજીવની હોસ્પિટલના માલિક/કબજેદારને વહીવટી ચાર્જ પેટે રૂ.૧,૦૦,૦૦૦/- નો દંડ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત આ બંને હોસ્પિટલના સંચાલકોને દિન 10 માં સક્ષમ ઓથોરિટી પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવીને રજૂ કરવા જણાવવામાં આવ્યું છે, તથા ત્યાં સુધી આ બિલ્ડીંગ નો વપરાશ ન કરવા નોટીસ આપવામાં આવી છે, જો તેમ કરવામાં નહીં આવે તો કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા ધી ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનીસીપલ કોર્પોરેશન એકટ ૧૯૪૯ ની જોગવાઈના ભંગ બદલ  ભોગવટાવાળી મિલકત વપરાશ કરતા અટકાવવામાં/સીલ કરવામાં આવશે, તેમ વધુમાં જણાવ્યું છે.