Close

બોરસદ ખાતે રૂ. ૯.૯૬ કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરતાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકી

Publish Date : 13/02/2026

અનાજના ગોડાઉન,ઓફિસ અને કેન્ટીનના રૂ. ૭.૦૫ કરોડના તથા નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના રૂ. ૨.૯૧ કરોડના કુલ ૨૬ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કરાયુ

આણંદ, ગુરૂવાર: રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને બોરસદ ખાતે કુલ રૂપિયા ૯.૯૬ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત મંત્રીશ્રી રમણભાઈ સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હસમુખભાઇ પટેલ સહિતના મહાનુભવોના હસ્તે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમ દ્વારા મંજુર નવીન ૨૦૦૦ મેટ્રિક ટન ક્ષમતાના ગોડાઉન, ઓફિસ બિલ્ડીંગ, કેન્ટીન બિલ્ડીંગના અંદાજીત રૂપિયા ૭.૦૫ કરોડના કામોનું અને બોરસદ નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના વોર્ડ નંબર ૨,૩ તથા ૯ ના અંદાજીત રૂપિયા ૨.૯૧ કરોડના કુલ ૨૬ વિકાસલક્ષી કામોનું બોરસદ તાલુકા સેવા સદન સામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે શ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા મંજૂર થયેલ બોરસદ તાલુકામાં નવીના ૨૦૦૦ મે.ટન ગોડાઉન, ઓફિસ ઈમારત અને કેન્ટીન સહિતના રૂપિયા ૭.૦૫ કરોડના કામોનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે. અગાઉનું ગોડાઉન નીચાણવાળા વિસ્તારમાં અને અવરજવર માટે મુશ્કેલ થતી હોવાથી ચોમાસા દરમિયાન અનાજ પલળી જવાની અને ભારે હાલાકી ભોગવવાની સમસ્યા રહેતી હતી, જેનો હવે કાયમી ઉકેલ આવશે. આ પ્રોજેક્ટ માટે જમીન અને જરૂરી ભંડોળ ફાળવવા બદલ તેમણે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

 બોરસદ નગરપાલિકાના વિકાસ કાર્યો અંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર બે, ત્રણ અને નવમાં વિકાસલક્ષી કામો માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં આ વિસ્તારોમાં વસતા નાગરિકો માટે પ્રાથમિક જરૂરિયાતો મળી રહે તે માટે સી.સી. રોડ, આર.સી.સી. રોડના નિર્માણ કરવા સહિતના કામોનો સમાવેશ કરાયો છે. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાનના ‘સૌનો સાથ, સૌનો વિકાસ’ના મંત્રને ચરિતાર્થ કરતા બોરસદમાં ટૂંક સમયમાં તાલુકા પંચાયતના કર્મચારીઓ માટે નવા આવાસો તેમજ આઈ.સી.ડી.એસ અને પોલીસ કચેરીઓ માટે નવીન સંકુલો તૈયાર કરવામાં આવશે. વધુમાં, તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, પ્રજાના સહયોગ અને સરકારની પ્રગતિશીલ નીતિઓથી આ વિસ્તારના જનજીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે.

 આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી મિહિરભાઈ પટેલે જણાવ્યું હતું કે, ૨૦૦૦ મેટ્રિક ટનની ક્ષમતા ધરાવતા નવા ગોડાઉનનું ખાતમુહૂર્ત એ આ વિસ્તાર માટે એક મહત્વની ઉપલબ્ધિ છે, જે બદલ તેમણે કેબિનેટ મંત્રીનો આભાર માન્યો હતો. તેમણે ખાસ નોંધ્યું હતું કે, વર્ષો પછી વતન આવતા એન.આર.આઈ. મિત્રો પણ બોરસદના બદલાયેલા સ્વરૂપ—જેમ કે આધુનિક સર્કલો, ભવ્ય પ્રવેશદ્વાર અને શહેર જેવી સદભુત સુવિધાઓ—જોઈને પ્રભાવિત થયા છે.

 આ તકે APMC ચેરમેનશ્રી અશોકસિંહ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ગઢવી, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીફ ઓફિસરશ્રી, અગ્રણી સર્વ શ્રી સંજયભાઈ પટેલ , શ્રી વિક્રમસિંહ સોલંકી, શ્રી નીલકંઠભાઈ પટેલ, શ્રીમતી લક્ષ્મીબેન, શ્રીમતી આરતીબેન, શ્રીમતી શિલ્પાબેન, શ્રીમતી હંસાબેન, શ્રી દત્તેશભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ સહિત મોટી સંખ્યામા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.