Close

કરમસદ અને ચાંગા ખાતે તા. 7 ફેબ્રુઆરી થી તા. 8 ફેબ્રુઆરી અને તા.14 ફેબ્રુઆરી થી તા.15 ફેબ્રુઆરીના રોજ GATE 2026 અને JAM 2026 ની પરીક્ષા યોજાશે

Publish Date : 05/02/2026

પરીક્ષા કેન્દ્રની કમ્પાઉન્ડ દીવાલની ૨૦૦ મીટર ની ત્રિજ્યા માં બિનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ

પરીક્ષા કેન્દ્રની દીવાલની ૨૦૦ મીટરથી 300 મીટર ની ત્રિજ્યા માં ઝેરોક્ષ મશીન ચાલુ રાખવા પર પ્રતિબંધ

200 મીટર ની ત્રિજ્યા માં જાહેરમાં લાઉડ સ્પીકર કે ડીજે વગાડવા પર પ્રતિબંધ રહેશે

આણંદ,  મંગળવાર: GATE-2026 તથા JAM-2026ની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ પરીક્ષા આગામી તા.૦૭/૦૨/૨૦૨૬ થી તા.૦૮/૦૨/૨૦૨૬ તથા તા. ૧૪/૦૨/૨૦૨૬ થી તા.૧૫/૦૨/૨૦૨૬ ના રોજ યોજાનાર છે. આણંદ જીલ્લામાં એકટીવ ડીઝીટલ ઝોન, કરમસદ કેળવણી મંડળ, શ્રીમતી સી.જે.પટેલ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ કેમ્પસ, આણંદ-સોજીત્રા રોડ, દર્શન હોટલ સામે, મુ કરમસદ, આણંદ ડીઝીટલ ઝોન, કર્ણાવતી સોસાયટી, જલતરંગ સોસાયટી પાછળ, કરમસદ રેલ્વે સ્ટેશન રોડ, કરમસદ આરોગ્ય કેન્દ્ર પાસે, મુ. કરમસદ તથા ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મુ ચાંગા ના પેટલાદ જી.આણંદ ખાતેના પરીક્ષા કેન્દ્રો ઉપર સુચારુ અને નિષ્પક્ષ સંચાલન થાય તેમજ પરીક્ષા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઋતુરાજ દેસાઈ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, આણંદ દ્વારા પરીક્ષાના દિવસો દરમિયાન સવારના 09-00 કલાકથી બપોર બાદ 15-00 કલાક દરમ્યાન પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યક્તિ સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત તથા સંબંધિત પરીક્ષા કેન્દ્ર જે શાળામાં આવેલ હોય તે શાળાના સંચાલક મંડળના સભ્યશ્રીઓ કે હોદ્દેદારોને પરીક્ષા કેન્દ્રમાં કે કેન્દ્રની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં પરીક્ષાના દિવસે અને સમય દરમ્યાન પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે.

પરીક્ષા કેન્દ્રની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરથી ૩૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલ તમામ ઝેરોક્ષ મશીન, સાયબર કાફે, ફોટોકોપી સેન્ટર પરીક્ષાના દિવસો દરમ્યાન સવારના ૦૯:૦૦ થી સાંજના ૧૫:૦૦ કલાક દરમ્યાન ચાલું રાખવા ઉપર પ્રતિબંધ.

પરીક્ષાના કેન્દ્રમાં કોઈપણ પરીક્ષાર્થી તેમજ પરીક્ષા સાથે સંકળાયેલ કોઈ પણ કર્મચારી (સરકારી પ્રતિનિધિ સિવાય) તેઓનો મોબાઈલ ફોન કે ઈલેક્ટ્રોનિક માધ્યમથી સંદેશા વ્યવહાર કે રેકોડીંગ થઈ શકે તેવા કોઈપણ પ્રકારના ઉપકરણો પરીક્ષા બિલ્ડીંગમાં લઈ જવા પર પ્રતિબંધ.

પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં પરીક્ષાર્થી ઉમેદવારો અને પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ અધિકૃત વ્યકિત સિવાય અન્ય કોઈપણ બિન અધિકૃત વ્યકિત ચાર કરતાં વધારે માણસોએ ભેગા થવું નહિ ચાર કરતાં વધુ માણસોની કોઈ સભા ભરવી કે બોલાવવી નહી અથવા સરઘસ કાઢવું નહી.

પરીક્ષા કેન્દ્રોની કંપાઉન્ડની દિવાલની ૨૦૦ મીટરની ત્રિજયામાં જાહેરમાં લાઉડસ્પીકર કે મ્યુઝિક બેન્ડ કે ડી.જ મ્યુઝિક સીસ્ટમ વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ.

અપવાદ માં કાયદો અને વ્યવસ્થાના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ અને પરીક્ષા કેન્દ્ર નજીક મુકેલા સલામતી કર્મચારીઓ તથા પરીક્ષાની ફરજનો હવાલો સંભાળતા અધિકારીઓ તેમની વિધિસરની ફરજો દરમિયાન આવા સાધનોનો ઉપયોગ કરી શકશે.

આ હુકમ આણંદ જિલ્લામાં GATE-2026 તથા JAM-2026ની કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ માટે નક્કી કરવામાં આવેલ પરીક્ષા કેન્દ્રો ઉપર લાગુ પડશે.

આ હુકમનો ભંગ કરનાર ઇસમ કાયદાની જોગવાઈ ને આધીન શિક્ષાને પાત્ર થશે.