આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇન આજથી શરૂ કરાઈ
Publish Date : 27/01/2026
જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કર્યો અનુરોધ
તારીખ 27 જાન્યુઆરી થી 18 માર્ચ 2026 સુધી હેલ્પલાઇન કાર્યરત રહેશે
આણંદ, મંગળવાર: આણંદ જિલ્લામાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ 2026 માં યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કે વાલીઓને પરીક્ષા પહેલા અને પરીક્ષા દરમિયાન કોઈ પણ મૂંઝવણ હોય કે માર્ગદર્શન મેળવવું હોય તો તે માટે આજે કલેકટર કચેરી આણંદ ખાતે જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી દ્વારા મનોશારીરિક પ્રશ્નોના સમાધાન માટે કાઉન્સિલર શ્રીઓના ટેલીફોનિક હેલ્પનંબર જાહેર કરવામાં આવ્યા છે.
આ પરીક્ષા સારથી કાઉન્સેલિંગ હેલ્પલાઇન તારીખ 27મી જાન્યુઆરી 2026 થી તારીખ 18 માર્ચ 2026 સુધી સવારે 9:00 કલાક થી સાંજના 18-00 કલાક સુધી કાર્યરત રહેશે.
બોર્ડની પરીક્ષા આપનાર કોઈપણ વિદ્યાર્થી કે વાલીઓ મૂંઝવણ કે માર્ગદર્શન માટે આ પરીક્ષા સારથી હેલ્પલાઇન સેવાનો ઉપયોગ કરે તે માટે જિલ્લા વહીવટી તંત્ર આણંદ અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે શરૂ કરાયેલ આ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા કલેકટર શ્રીએ અનુરોધ કર્યો છે.
આ પરીક્ષા સારથી કાઉન્સેલિંગ હેલ્પલાઇનમાં પ્રોફેસર, આચાર્ય, વર્ગ-૨ ના અધિકારી અને મદદનીશ શિક્ષક મળીને 11 કાઉન્સિલર શ્રીઓ ના મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. તેઓ વિદ્યાર્થીઓને ટેલીફોનિક માર્ગદર્શન, તેઓની મૂંઝવણ દૂર કરશે અને મનોશારિરીક પ્રશ્નોનું સમાધાન કરશે, તેમ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કામિનીબેન ત્રિવેદીએ જણાવ્યું છે.
આ પરીક્ષા સારથી હેલ્પલાઇન ના નંબર જોઈએ તો જેમાં પ્રોફેસર શ્રી સમીર પટેલ 98 2 50 25 994, શ્રી પંકજ સુવેરા 94273 81 952, ડો.પલ્લવી ત્રિવેદી 94284912 88, ડો. જીગર જાની 9426009495, ડો. હસમુખ ચાવડા 9537063325, ડો. મોહસીન 97 3 71 63 086, ડો. સતીશ હંસપરા 99 0 46 50 128, આચાર્ય શ્રી અલ્પેશ ભટ્ટ 942 75 76 515, મદદનીશ શિક્ષક શ્રી ત્રિવેદી સોનલબેન 99 2 51 0 62 20 અને શ્રી બી.બી. મહિડા 972 34 72 6 85 તથા વર્ગ- 2 ના અધિકારી શ્રી રાકેશભાઈ પટેલ 94292 97770 ઉપર સવારે 9:00 કલાક થી સાંજના 18-00 કલાક સુધી ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને તથા વાલીઓને મૂંઝવતા પ્રશ્નોનું માર્ગદર્શન આપશે, જેનો લાભ લેવા જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીએ અપીલ કરી છે.

આણંદ જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે “પરીક્ષા સારથી” હેલ્પલાઇન આજથી શરૂ કરાઈ