રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લીધી
Publish Date : 27/01/2026
ભૂલકાઓને પોતાના હાથે પોષણ આહાર ખવડાવી, આંગણવાડીની કામગીરીનું નિરીક્ષણ કરતા મંત્રીશ્રી મનીષાબેન વકીલ
આણંદ, શુક્રવાર: રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ આજે તારીખ ૨૩ જાન્યુઆરીના રોજ આણંદ જિલ્લાના પ્રવાસે પધાર્યા હતા. આ દરમિયાન તેમણે આંકલાવ તાલુકાની બે આંગણવાડીઓની મુલાકાત લઈ ત્યાંની કામગીરીનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું અને બાળકો તેમજ કાર્યકરો સાથે સંવાદ સાધ્યો હતો.
રાજ્યમંત્રીશ્રીએ તેમના પ્રવાસ દરમિયાન પ્રથમ આસોદરગામમાં વણકર વાસ વિસ્તાર ખાતે આવેલ આસોદર આંગણવાડી કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારબાદ, તેઓ ખડોલ ગામ વિસ્તારમાં આવેલ ખડોલ આંગણવાડી કેન્દ્ર પહોંચ્યા હતા. આ બંને સ્થળોએ તેમણે આંગણવાડીમાં ચાલતી શૈક્ષણિક પ્રવૃત્તિઓ, બાળકોના આરોગ્યની તપાસ અને આંગણવાડી સંબંધિત અન્ય કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.
મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ આંગણવાડીમાં હાજર ભૂલકાઓ સાથે સમય વિતાવ્યો હતો. મંત્રીશ્રીએ બાળકો સાથે વાતો કરી બાળકોને પોષણયુક્ત આહાર પોતાના હાથે ખવડાવ્યો હતો. આ ઉપરાંત, તેમણે આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો સાથે રૂબરૂ સંવાદ કરી તેમની કામગીરી વિશે જરૂરી જાણકારી મેળવી હતી અને આગળ પણ શ્રેષ્ઠ કામગીરી કરવા ઉત્સાહ વધાર્યો હતો.
આ તકે આંગણવાડીના ભૌતિક માળખા અને જરૂરિયાતોને ધ્યાને લેતા, મંત્રીશ્રીએ કેન્દ્રમાં જે ખૂટતી સુવિધાઓ હોય જણાઈ હતી તેને સત્વરે પૂર્ણ કરવા માટે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.
આ વેળાએ જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવાહુતી, લોકસભા સાંસદશ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા ICDS પ્રોગ્રામ ઓફિસર તેજલબેન શાહ, જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી નીલેશ્વરીબેન ઝાલા, સીડીપીઓશ્રી રૂપલબેન મિસ્ત્રી, મુખ્ય સેવિકાશ્રી મનીષાબેન પ્રજાપતિ, આંગણવાડી કાર્યકર સર્વ ઇલાબેન પટેલ અને હિનાબેન ઠાકોર તથા આંગણવાડી હેલ્પર મીનાબેન પઢીયાર અને તરુણીબેન પઢીયાર સહિત સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.